વિરમગામના યુવાન આર્થિક ભીંસથી ઘરેથી નીકળ્યો બાદ મૃતદેહ મળ્યો
લખતર તાલુકામાં આવેલ એશીયાના સૌથી મોટા ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી ચાર દિવસમાં બીજી લાશ મળી આવી છે.
લખતરનાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનની કેનાલમાં પુરૂષની લાશ તરતી હોવાની માહીતી મળતા લખતર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પીટલ ખાતે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતક યુવાન વિરમગામના મિયાવાડ મિલની ચાલીમાં રહેતો સિકંદરભાઈ હુસેનભાઈ ભટ્ટી હોવાનું ખુલવા પામ્યુ હતું. લાશ મળ્યાની જાણ તેના પરિવારજનોને થતા લખતર દોડી આવ્યા હતા. તા 3-12-2022ના રોજ તે આર્થિક તંગીના કારણે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળતી ગયો હોવાનું પ્રાથમીક રીતે જાણવા મળેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ કોહવાયેલી હાલતમાં અહીંથી લાશ મળી હતી તેની ઓળખ મેળવવા ફોરેન્સીક તપાસ માટે રાજકોટ લાશને મોકલવામાં આવી છે ત્યાં આ બીજી લાશ મળી આવી હતી.