ભવનાથ પોલીસ નેત્રમ શાખાની પ્રસંશનીય કામગીરી
“હું આત્મહત્યા કરવા જાઉં છું” તેમ કહી ઘરેથી નીકળી ગયેલ રાજકોટનો યુવાન જુનાગઢ શહેરમાં આત્મહત્યા કરે તે પહેલા ભવનાથ પોલીસે તેમને બચાવી તેમના પરિવારને સોંપી આપેલ હતો.
રાજકોટમાં રહેતા 34 વર્ષીય નેહલભાઈ થોભણભાઈ ટીલાળા “હું આત્મહત્યા કરવા જાઉ છું” તેવું ઘરેથી કહી નીકળી ગયા બાદ, આ યુવાનના પરિવારજનો રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને પોલીસને જાણ કરતા રાજકોટ પોલીસે જુનાગઢ પોલીસને આ અંગે જાણ કરી હતી. જે દરમિયાન જૂનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિક મશરૂ સહિતના સ્ટાફે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવીથી તપાસ કરતા રાજકોટનો યુવાન નેહલભાઈ ટીલાળા ભવનાથ ક્ષેત્રમાં આંટા મારતો નજરે પડ્યો હતો.
આથી તુરંત જ નેત્રમ શાખા દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. મહિપતસિંહ ચુડાસમાને જાણ કરતાં તેમણે તાત્કાલિક રાજકોટના યુવાનને શોધી કાઢવા માટે પોલીસે કર્મીઓને કામે લગાડી, તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન નેહલભાઈ ટીલાળા દામોદર કુંડ પાસે બેઠેલા નજરે પડતા આ યુવાનને ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફે આશ્વાસન આપી, ભવનાથ પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા અને નેહલભાઈની સઘડી હકીકત શાંતિથી સાંભળી, નેહલભાઈને જિંદગી અમૂલ્ય છે, અને પરિવારનો પ્રથમ વિચાર કરવો જોઈએ તેમાં સમજાવતા, નેહલભાઈએ પોતાની ભુલ સ્વીકારી, હું કોઈ અઘટીત પગલું નહીં ભરું તેમ જણાવતા ભવનાથ પોલીસ દ્વારા નેહલભાઈ ટીંડાળાના પરિવારજનોને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી, નેહલભાઈને સોંપી આપતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.