આંબેડકરનગરમાં દંપતિ સહિત ત્રણ પર છરી વડે હુમલો: ચુનારાવાડમાં સામસામે તલવાર – ધોકા માર્યા
શહેરમાં જુદા જુદા ચાર સ્થળોએ મારામારીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં મહિલા સહિત છ લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં આંબેડકર નગરમાં દંપતિ સહિત ત્રણ લોકો પર છરી વડે હુમલો થયો હતો ત્યારે ચુનારા વાળમાં સામસામે મારામારીમાં તલવાર ધોકાથી માર માર્યાનો પોલીસ ચોપડે નોંધાયું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ આંબેડકર નગરમાં રહેતા બાબુભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.60) તથા તેમના પુત્ર રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ. 26) અને પુત્રવધુ મનીષાબેન રાહુલભાઈ ચૌહાણ (ઉ.વ.26) પર તેના પાડોશમાં રહેતા પાર્થ ગોહિલ તેની પત્ની પાયલ ગોહિલ તથા સુરેશ, ભાવેશ વાલા, હિતેશ સોલંકી અને કુણાલ નામના શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે હોસ્પિટલના બીછાને રહેલા મનિષાબેનને જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે તમને મળવું છે તેવું કહીને બોલાવી અંધારામાં છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
જ્યારે અન્ય બનાવમાં ચુનારાવાડમાં રહેતા વિશાલભાઈ હિતેશભાઈ સોલંકી (ઉ.વ.33) પર કાંતિ સહિત અજાણ્યા માણસોએ ભાણજી બાપાના પુલ પાસે તલવાર વડે હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે સામા પક્ષે શાયર કાંતિભાઈ પરમાર નામના 26 વર્ષના યુવાનને વિશાલ સહિત માર મારતા તેણે પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તન્ય બનાવવામાં ઇન્દિરા નગર મેઇન રોડ પર રહેતા નિખિલભાઇ ભરતભાઈ ગોસાઈ નામના 26 વર્ષના યુવાન પર કિસન દેશાણી અને પ્રતાપ ધાંધલે છરી વડે હુમલો કરતા નિખિલભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.