આજે ગુજરાતી સિનેમાની ચુલબુલી અભિનેત્રી દિક્ષા જોશીનો જન્મ દિવસ છે. દીક્ષાનો જન્મ 4 ડિસેમ્બર 1999ના રોજ લખનૌ, યુપીમાં હેમ જોશી અને રશ્મિ જોશીને ત્યાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદ આવ્યો, તેમણે એકલવ્ય સ્કૂલ, અમદાવાદમાંથી શાળાકીય અભ્યાસ કર્યો અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો.
દિક્ષાની કારકિર્દી
દીક્ષાએ 2014 માં અમિત બારોટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ શુભ આરંભ સાથે તેની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે જ વર્ષે બે અન્ય ફિલ્મો કરસનદાસ, પે એન્ડ યુઝ અને કલરબાઝ આવી હતી. કરસનદાસ પે એન્ડ યુઝ તેની પ્રથમ વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી.
તેણીએ 2018 માં શરાતો લાગૂની ભૂમિકા માટે એવોર્ડ જીત્યો હતો. તેની આગામી ફિલ્મ પ્રતિક ગાંધી સાથેની હતી જેનું નામ ધુનકી હતું. ધુનકી માટે દિક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રી (ગુજરાતી) માટે ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.
દિક્ષા જોશીની ફિલ્મો
1) ફક્ત મહિલાઓ માટે
૨) શરતો લાગુ
૩) કરસનદાસ પે એન્ડ યુઝ
૪) ધુનકી
૫) પ્રેમ પ્રકરણ
૬) લવની લવ સ્ટોરી
૭)લકીરો
૮)વહાલમ જોએને
૯ ) જયેશભાઈ જોરદાર
આ ગુજરાતી અભિનેત્રીએ બોલીવુડ ફિલ્મ જયેશભાઈ જોરદારમાં પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે. દિક્ષા જોશીએ રણવીર સિંહની બેન બમન ઈરાનીની દીકરી તરીકે ફિલ્મમાં ઉભરી આવે છે. ઉપરાંત દિક્ષા જોશીએ પ્રતિક ગાંધી સાથે કોમેડી ફિલ્મમાં કામ કર્યું છે. ‘વ્હાલમ જાઓને’ ફિલ્મ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. લોકો પરિવાર સાથે બેસીને માણી શકે તેવી આ મનોરંજક ફિલ્મ છે.