રેડક્રોસ સ્કૂલ ફોર સ્પેશલ ચિલ્ડ્રનનાં વિદ્યાર્થીઓ કરી સંગીતમય પ્રસ્તુતિ: કલેક્ટર, ખાનવેલ આરડીસી હસ્તે વિકલાંગોને સાધનો અપાયા
સેલવાસમાં દિવ્યાંગોને સાધનો વહેંચી સરકારી તંત્રે આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી. કલેક્ટર ભાનુ પ્રભાએ ડોકમરડી એગ્રીકલ્ચર ફોર્મ ખાતે ખાનવેલ આરડીસી જ્યોતિર્મયી સુર અને સમાજ કલ્યાણ નિયામક મનોજ પાન્ડેયનાં સાથે ’ ઇંટરનેશનલ-ડે ઑફ ડિસેબલ્ડ પરસન્સ’ નાં કાર્યક્રમનાં ઉદઘાટન કર્યુ.
દરમિયાન કલેક્ટરે કાર્યક્રમમાં ઉપસ્થિત ’ રેડક્રોસ સ્કૂલ ફોર સ્પેશલ ચિલ્ડ્રન’ નાં વિદ્યાર્થીઓ, અભિભાવકો અને નાગરિકોને શુભેચ્છા આપી દિવ્યાંગોમાં ઉત્સાહનાં સંચાર કર્યો. સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા અપંગતા પુનર્વાસ કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં 54 જેટલાં દિવ્યાંગોને હાથ, પગ સહિત બીજા અંગોનાં મદદરૂપ સાધન સામગ્રીઓનું વિતરણ કરાયું. કાર્યક્રમ દરમિયાન રેડક્રોસ સ્કૂલનાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વાદ્ય યંત્રો સાથે ગીત-સંગીતનાં સારો એવો પ્રોફોર્મેંસ કર્યુ.
કલેક્ટરે દિવ્યાંગોનાં સંરક્ષણની પ્રશાસનની પ્રતિબદ્ધતા જતાવી હતી. કલેક્ટરે કહ્યું કે રેડક્રોસ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પ્રતિભાસંપન્ન છે,જેણે દમણ-દીવ સહિત દેશનાં સંબદ્ધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવા મોકલવામાં આવશે. સેલવાસ સ્કૂલ ફોર સ્પેશલ ચિલ્ડ્રનનાં એક વિદ્યાર્થીએ નેશનલ લેવલની સ્પર્ધામાં સારો પ્રોફોર્મેંસ કર્યુ હતું.
ખાનવેલનાં ડેપ્યુટી કલેકટરે દિવ્યાંગોનાં ઉત્સાહ વધારતાં જણાવ્યું કે આપ સર્વે કુદરતની અનોખી રચના છે, જેનાં માટે કશું અશક્ય નથી. તમારા જેવા ઘણાં સ્પેશલ લોકો કેટલાક રચનાત્મક કાર્યો કરી એને સિદ્ધ કરી બતાવ્યો છે. રેડક્રોસનાં શિવાનીજી સહિત આયોજક સંસ્થાઓનાં અધિકારીઓ અને સ્ટાફ મૌજૂદ રહ્યો હતો.