વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ છેલ્લા પાંચ દાયકામાં ડેન્ગ્યુના કેસો 30 ગણા વધ્યા છે કે જેમાં એશિયામાં કેસોનું ભારણ સૌથી વધુ છે. વરસાદને કારણે મચ્છરના ઉપદ્રવથી ફેલાતો ડેન્ગ્યુએ આરોગ્યના 10 મોટા જોખમો પૈકીનું એક છે. વિશ્વભરના 129 દેશોના 3.9 બિલિયન લોકો મચ્છરને કારણે ફેલાતી આ બિમારીના ભોગ બનતા હોય છે જેનું મુખ્ય કારણ વાતાવરણમાં ફેરફાર, વસ્તી વધારો અને શહેરીકરણ છે. ડેન્ગ્યુની કોઈપણ પ્રકારની સારવાર હજુ પણ ઉપલબ્ધ નથી કે ડેન્ગ્યુને નાથવા માટે પણ આપણે એટલા સજાગ નથી ફક્ત આપણે ડેન્ગ્યુના લક્ષણો ઓળખી શકીએ એટલા જ સજાગ બન્યા છીએ. ડેન્ગ્યુ જેવા રોગો માટે હજુ સુધી કોઈ સચોટ સારવાર પદ્ધતિ નથી પરંતુ ફક્ત આ રોગો સામે લડવા માટે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી આવા રોગોને મ્હાત આપી શકાય છે.
ડાર્વિનની થિયરી આ તમામ રોગો સામે લડવા માટે રામબાણ પદ્ધતિ છે. ડાર્વિનની થિયરી ’ફિટેસ્ટ વીલ બી સરવાઈવ’ મુજબ જે વ્યક્તિ અંદર અને બહાર બંને બાજુએથી ફિટ એટલે કે તંદુરસ્ત હશે તે જ સરવાઈવ કરી શકશે એટલે કે ટકી શકશે. હવે ભારત સહીત વિશ્વભરના અમુક દેશોમાં ડેન્ગ્યુને નાથવા માટે વેક્સિનની શોધ કરાઈ છે કે જે આ રોગ સામે જીત મેળવવાની તૈયારી બતાવે છે. ડેન્ગ્યુની વેકસીન માટે ભારતની બે કંપનીઓ ત્રીજા તબક્કાની ટ્રાયલ કરી રહી છે જ્યારે બે આંતરરાષ્ટ્રીય કંપનીએ સીધી જ મંજૂરી માટે અરજી કરી છે. જો કે ગયા અઠવાડિયે ટોક્યોની ટાકેડા ફાર્માસ્યુટિકલ કંપનીની ક્લોસેટ ટુ રોલાઉટ વેક્સિનને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્યતા આપવામાં આવી છે તથા ઓગષ્ટમાં ઈન્ડોનેશિયાએ 4 વર્ષથી 65 વર્ષના લોકો માટે વેક્સિન મંજૂર કરી તેમજ યુરોપિયન મેડીસિન્સ એજન્સી દ્વારા આ વેક્સિનને ઓકટોબરમાં મંજૂર કરવામાં આવી. હજૂ આ વેક્સિનને ભારતમાં મંજૂરી મળી નથી ત્યારે તેઓ ભારતમાં જરૂર લાગે તો પ્રાથમિક પરિક્ષણ માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
જ્યારે સનોફી કંપનીના કહેવા મુજબ તેઓની “ડેંગવેક્સિયા” એ એક માત્ર એવી વેક્સિન છે કે જે દુનિયાભરના ઘણા બધા દેશોમાં ઉપલબ્ધ છે અને તેઓએ સીધી જ માન્યતા માટે અરજી કરી છે. જોકે હજુ પણ ઘણા વેક્સિન બનાવનારી કંપનીઓ ડેન્ગ્યુના વેક્સિનના પ્રાથમિક તપાસની હરોળમાં ઉભા છે. જ્યારે વિશ્વભરમાં યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા ભારતની પાનેશિયા બાયોટેક લી., ઇન્ડિયન ઈમમ્યુનોલોજીકલ્સ લી. અને સીરમ ઇન્સ્ટિટ્યૂટને લાયસન્સ આપવામાં આવ્યા છે. પાનેશિયા કંપનીના જણાવ્યા મુજબ તેમણે પ્રથમ અને બીજા તબક્કાનુ પરિક્ષણ સલામત અને અસરકારક રીતે પૂર્ણ કર્યું છે અને છ થી આઠ માસમાં ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ કરશે. જાણવા મળતી વિગતો મુજબ સિરમ ઇન્સ્ટિટ્યૂટને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરતા હજુ 6 થી 8 મહિનાનો સમય લાઈ શકે છે.
નિષ્ણાંતોના મત મૂજબ હવે ડેન્ગ્યુનો અટકાવ અને તેની સારવાર ખૂબ જ આવશ્યક બન્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ફક્ત છેલ્લા બે દાયકામાં જ ડેન્ગ્યુના કેસોમાં આઠ ગણો ઉછાળો નોંધાયો છે. તેમાં પણ ખાસ એશિયામાં ડેન્ગ્યુના કેસોનું ભારણ સતત વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના લીધે વધતું જતું તાપમાન અને અનિયમિત વરસાદના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેનું પરિણામ ડેન્ગ્યુના રોગમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ગ્લોબલ ડેન્ગ્યુ પ્રોગ્રામના હેડ નિલિકા માલવગેના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના કેસોમાં અણધાર્યો વધારો વિશ્વના અનેક દેશોમાં આવી રહ્યો છે અને તેની સામે લડવાની શક્તિ વધારવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. તેમના જણાવ્યા અનુસાર દુર્ભાગ્યવશ ડેન્ગ્યુના રોગ સામે લડવા સચોટ સારવાર પદ્ધતિ વિકસાવવા માટે મળી રહેલું નાણાકીય ભંડોળ ખૂબ જ મર્યાદિત હોવાથી સારવાર પદ્ધતિ વિકસાવવા સામે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે.
આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગે એશિયાને ’માંદગી’માં ધકેલ્યું !!
એશિયામાં ડેન્ગ્યુના કેસોનું ભારણ સતત વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના લીધે વધતું જતું તાપમાન અને અનિયમિત વરસાદના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેનું પરિણામ ડેન્ગ્યુના રોગમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. અનિયમિત વરસાદ અને વધતું જતું તાપમાન મચ્છરના ઉપદ્રવ માટે મુખ્યત્વે જવાબદાર પરિબળ છે. આબોહવા પરિવર્તનને લીધે વધતા મચ્છરના ઉપદ્રવથી એશિયા ખંડમાં કેસોમાં જબરો ઉછાળો નોંધાઇ રહ્યો છે.
ડાર્વિનની થિયરી ’સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ’ અપનાવવાની તાતી જરૂરિયાત
ડાર્વિનની થિયરી છે કે,’સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ’. ડાર્વિનની થિયરી મુજબ જે બાહ્ય અને આંતરિક બંને રીતે તંદુરસ્ત હશે તે જ ટકી શકશે. ’જો ફિટ હૈ વો હિટ હૈ’ મુજબ ફક્ત મનુષ્યે તંદુરસ્ત રહેવું જરૂરી છે. મનુષ્યમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાની જરૂરિયાત છે. જો માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હશે તો ગમે તે વાયરસનો સામનો કરી શકાશે. ડાર્વિનની થિયરી ફક્ત મનુષ્યો માટે જ છે તેવું પણ નથી. આ થિયરી તમામ જીવ માત્ર માટે છે. જેમાં એક ઇન્દ્રિય જીવથી માંડી મનુષ્ય સુધીના તમામ જીવનો સમાવેશ થઈ જાય છે.
ફક્ત બે દાયકામાં ડેન્ગ્યુના કેસોમાં 8 ગણો ઉછાળો
નિષ્ણાંતોના મત મૂજબ હવે ડેન્ગ્યુનો અટકાવ અને તેની સારવાર ખૂબ જ આવશ્યક બન્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ફક્ત છેલ્લા બે દાયકામાં જ ડેન્ગ્યુના કેસોમાં આઠ ગણો ઉછાળો નોંધાયો છે. તેમાં પણ ખાસ એશિયામાં ડેન્ગ્યુના કેસોનું ભારણ સતત વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના લીધે વધતું જતું તાપમાન અને અનિયમિત વરસાદના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેનું પરિણામ ડેન્ગ્યુના રોગમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.