અંતરાત્માનો અવાજ તમારા ‘મેન ઇન મેન’ નો અવાજ છે: આપણાંથી થતી ભૂલો કે સારા કાર્ય વખતે તે જ માનસિક જોડાઇને સુખ દુ:ખની સ્થિતિ જણાવે છે: સ્વ. ઓળખ કે પોતાની જાતને પ્રેમ કરવો એ આપણી અંદર રહેલ બીજા આપણી જેવા જ માણસની વાત છે: સ્વ. વિકાસ માટે આંતરિક શકિત એની જ જોવા મળે છે
સ્વસંભાવની પ્રેકિટસ કરવા માટે, આપણે ઘણીવાર મૂળભૂત બાબતો પર પાછા જવાની જરૂર છે: તમારી જે લાગણીઓ છે તેનો સ્વીકાર કરો અને તમારી શારીરિક, ભાવનાત્મક અને માનસિક સુખાકારીને પ્રથમ સ્થાન આપો
પોતાની જાત સાથે વાત કરનાર તેઓ શું વિચારે છે, અનુભવે છે અને શું ઇચ્છે છે તે રીતે વર્તન કરીને સકારાત્મક લાઇફ માણે છે. તમારી જાતને નમ્ર, દયાળુ, માયાળુ, ધીરજવાન બનવાની વાતથી શરૂ કરો
શા માટે આપણે આંતરિક વિવેચકથી દૂર રહેતા શીખવાની જરૂર છે
હમણાં એક ઉત્સાહી ટેનિસ ખેલાડીની સમયાંતરે ક્રોધાવેશ અને પોતાની જાત પ્રત્યે નિરાશાની એક સ્ટોરી અખબારી – ન્યુઝમાં ચમકી ત્યારે મને આ કોલમમાં લખવાની ઇચ્છા થઇ ગઇ, તમારી અંદર પણ એક માણસ છુપાયેલો છે જે હમેશા તમારુ વિવેચન કર્યા કરે છે. જીવન હમેશા લક્ષ્ય આધારીત હોવું જોઇએ. સફળતા મળે કે નિષ્ફળતા પણ આપણે સતત કાર્ય કરવું એ જરુરી છે. આજની ટ્રેસ પુસ્તક લાઇફમાં પૃથ્વીપર જીવતો તમામ માણસએ ઘ્યાન રાખવાની જરુર છે. તમારી અંદરનો અંતરાત્મા જ તમને વિકસવાની તક આપે છે.
તમે જોયું હશે કે ક્રિકેટર જયારે ફટકો મારીને ચાર રન લે છે ત્યારે એકલા ઉભા ઉભા કરી એ જ પ્રકાશે બેટને ફેરવીને પાછા એ જ એકશન કરે છે. આ ઘટના નાની છે પણ ઘણી વાત જણાવે છે. જીવન વિકાસ માટે સતત સારા ગુણોની આંતરિક શકિત સાથે મિલન કરવું જરુરી છે. અંતરાત્માનો અવાજ જ તમાર ‘મેન ઇન મેન’નો અવાજ છે. તમે જે કરો છો તેનું વિવેચનની વાત તમે સતત ભાગરુપ વહન કરો છો. તમે જે કરો છો તે શ્રેષ્ઠ જ છે અને શ્રેષ્ઠ જ કરવાની સતત કોશિશ જ તમને નિણુણ બનાવે છે જીવનમાં તમારું પ્રદર્શન એવું જ કરો કે તમે જે તે ક્ષેત્રના ટોચની સાથે સ્પર્ધા કરી રહ્યા છે.
આપણાંથી થતી ભૂલો કે સારા કાર્ય વખતે તે જ માનસિક જોડાઇને સુખ દુ:ખ ની સ્થિતિ જણાવે છે. સ્વ ઓળખએ આપણી જાતને પ્રેમ કરવાની વાત છે. આપણી અંદર રહેલ માનવી એ જ સ્વવિકાસ માટે શકિત આપે છે. શા માટે આપણે આંતરિક વિવેચકથી દૂર રહેવાની જરુર છે આ વાત શિખવાની જરુર છે, આ બાબતે કોઇપણ કાર્ય ખંત અને પુરી લગન નિષ્ઠાથી થાય ત્યારે એ 100 ટકા સફળતા અપાવે છે. કોઇને ગમે કે ન ગમે આપણે ગમે છે એ વાત જ શ્રેષ્ઠ છે.સ્વસંભાળ એટલે સેલ્ફ લવ કે પોતાની જાત સાથે વાત કરવાની વાત છે. આની પ્રેકિટસ માટે આપણે ઘણીવાર મૂળભૂત બાબતો પર પાછા વળવાની જરુરી છે. આજના યુગમાં ડગલેને પગલે પડતી જરુરીયાત કે તે સંદર્ભે મેળવવાની કાર્ય પઘ્ધતિમાં તમારુ સો ટકા ડિવોટેશન જરુરી છે. કોઇપણ કાર્યમાં જયારે તમારા વિચારો અનુભવો કે તાલીમ ભળે છે. ત્યારે તે સફળતાની સીડી ચડાવે છે. તમારું ડેવલપમેન્ટ જેટલું પાવનફૂલ તેટલો વિકાસ ઝડપી બને છે. તમારી લાગણીઓનો સ્વિરાક કરીને તમારી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રથમ સ્થાન આપો. વહેલી સવારે નિત્યક્રમ કરીને તમારા મંદિર સામે ઉભા રહીને પુજન – અર્ચન કરો ત્યારે તમારી એકાગ્રતા શ્રેષ્ઠ હોવાથી તેમોને વિચાર આવવા લાગે છે.
ટીમે જે કાંઇ પરફોર્મ કરો છો ત્યારે પ્રશંસાની જરુર હોતી નથી ત્યારે તમોને તમારામાં પડેલી આંતરિક શકિતની પહેચાન થાય છે, કયારેક પ્રસંસા ત્રાસ બની જતી હોય છે. જયારે તમારી કુશળતા વિકસાવો છો ત્યારે તેમાં નિપુણતા આવતા વધુ સફળતા મળે છે. જીવનમાં ક કંઇ કરો તે શ્રેષ્ઠ કરો, આજ વિચાર તમારા જીવનમાં બદલાવ લાવશે, અને તમે તે સર્વ શ્રેષ્ઠ કરવા સતત વ્યસ્ત રહેશો. જે સમયે તમે જે કામ કરો છો તેના પર જ ફોકસ કરવું જરુરી છે. હું જયારે આ લેખ લખતો હોય ત્યારે મારાથી જેટલું સારુ થઇ શકે તે કરવા હરહમેંશ હું તૈયાર રહું છું.
તમે જીવનમાં એક નિર્મળ જળની જેમ વહેતા રહો આજ સ્થિત તમને શ્રેષ્ઠતમ બનાવશે. કોઇપણ વાત હોય તે તમાર હ્રદય અને આત્માને સમર્પિત કરો. દુનિયાના સૌ જે રસ્તે જતાં હોય તેની ભેગા જનારા અવિકસિત જ રહે છે પણ પોતાના વિચારોથી આવનારા ‘આઉટ ઓફ બોકસ’ ઉભા રહીને પોતાના વિકાસ માટે સતત ચિતિંત હોય છે કોઇપણ માટે તેને સોંપાયેલા નિર્ધારીત કાર્ય માટે કાર્ય કરતી વખતે અને કાર્ય પૂર્ણ થાય ત્યારે નિજાનંદ માણનારો જ શ્રેષ્ઠ માનવ હોય છે.
સ્વ સફળતા માટે તમારે તમારી જાત સાથે સતત કનેકટ રહેવું પડશે. આજે ઘણા લોકો ખુશ રહેતા જોવા મળે છે. બીજા લોકો ગમે તે બોલે કે તમારે કોઇની સરખામણી ન કરવી. તમારા વિશે કોઇ બોલે તો તેની ચિંતા ન કરવી. શિખની વખતે ભૂલ થાય કે થશે જ એ વાત તમે બરોબર સમજી લો. તમારું શરીર કેવું છે તે નહી પણ તમારા વિચાર કેવા છે તે જોવું જોઇએ. તમારા ખુદનો માટે સારા નિર્ણયો લેવા માટે તમારે તમારી જાત પર વિશ્ર્વાસ મુકવો જ પડશે.
જીવનમા: આવતી તમામ તક ઝડપી લો કારણ કે તે સમય જ તમારી પરિવર્તન નો હોય છે. સતત શિખવાની ભાવના પણ વિકાસ માટે ઉપયોગી છે. ઘણીવાર સારી લાગતી વસ્તુઓને આપણે નજર અંદાજ કરતાં હોય છીએ જે ટેવ ખરાબ છે. દરેક કાર્યમાં આનંદ શોધવાની ટેવ જ તમને સફળતા અપાવે છે. સેલ્ફલવ તમને સુરક્ષા અને નિજાનંદના નવા સ્તરે પહોચાડે છે. તમે એ જ બાબત વિચારો જે તમારી માટે શ્રેષ્ઠ હોય શકે. દરેક ક્ષણમાં આનંદ શોધીને જીવનની પઘ્ધતિ બનાવો.આજના યુવા વર્ગેએ હકિકત સ્વીકારવી જ પડશે કે હું બધુ નિયંત્રિત કરી શકતો નથી. તમારુ સામાજીક વર્તુળ જ એટલું બધુ પાવર ફુલ હોય કે જયાં તમને ખીલવણીની ભરપુર તક મળે છે. સતત આગળ વધતા રહેવું અને એકબીજાને મદદ કરવીએ જરુરી છે.
સારી સ્વ. સંભાળની પ્રેકિટસ કરવી પડે !
આજના યુગમાં સ્વ. વિકાસ સૌથી શ્રેષ્ઠ બાબત ગણી શકાય. સારી સ્વસંભાળની પ્રેકિટસ કરવી. તમારી મુળભૂત જરુરીયાતની કાળજી લેશો ત્યારે તમે તમારી જાતને વધુ પ્રેમ કરી શકશો. તંદુરસ્ત ટેવો માટે જગ્યા બનાવવી. આપણાંથી થતી ભૂલોમાં ઘણીવાર આપણે જ આપણને કોશતા હોવું છીએ. મન -આત્માની વાત એ તમારા જ વિચારો કાર્યોની દેન છે. માનસિક સ્વાસ્થ્ય જેટલું સારુ તેટલો વિકાસ ઝડપી બને.
કંટાળો આવે ત્યારે મગજને કંટ્રોલ કરો !
ક્રિકેટર જયારે પોતાની ભૂલે આઉટ થાય છે ત્યારે તે પોતે જ પોતાને જ બેટ મારે કે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પોતે કરેલી ભૂલ ને કોશે છે. કંટાળો આવે કે અસફળતા મળે ત્યારે મગજને શાંત રાખવો. દરેક ક્ષણે કંઇક ને કંઇક શીખતું રહેવું જરુરી છે. સચીન ક્રિકેટનો ભગવાન કહેવાયો તો તેણે એ માટે પોતાને કાબેલ બનાવીને તમારા પાસામાં સખત મહેનત કરી હતી. ખોટો શોટ રમીને વિકેટ પડે ત્યારે તેને પણ ગુસ્સો આવે કે પોતાની જાત પર જ ક્રોધ આવે છે.
તમારી સાથે અને તમારા વિશે પ્રેમથી વાત કરો !
‘સેલ્ફ લવ ’ એક ગહન બાબત છે. તમારી જાત સાથે જોડાવાને પ્રાથમિકતા આપો. તમારી જીવન શૈલીમાં સ્વવિકાસ તમારી ક્ષમતા અને તમારી સીમા તમારે જ નકકી કરવી પડશે. સ્વ પ્રેમએ સ્વસંભાળ પણ છે તમારી જાત સાથે જોડાઇને સર્જનાત્મક જીવન શૈલી તમને તંદુરસ્ત જીવન આપે છે. તમારી જાત સાથે અને તમારા વિશે પ્રેમથી વાત કરો. દરેક ક્ષણને માણો.