નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજા આયુર્વેદ દિવસ પર દિલ્હીના સરિતા વિહારમાં દેશના પ્રથમ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ (AIIA)નું ઇનોગ્રેશન કર્યું છે. જેને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની પદ્ધતિએ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક જિલ્લામાં આયુર્વેદની હોસ્પિટલ હોવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો.
દેશમાં આયુર્વેદની આ પહેલને આયુષ મંત્રાલય અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદની ટોપ ઇન્સ્ટિટયૂટ હશે.આ ઇન્સ્ટિટયૂટ આયુર્વેદ અને ઈલાજની એડવાન્સ્ડ પ્રોસેસ અને ટેકનોલોજી વચ્ચે સમતુલા બેસાડવાના પ્રયાસ કરશે.