માતાએ પુત્રને દવા લેવા બાબતે ઠપકો આપતાં લોખંડના પાઇપ ઝીંકી મોતને ઘાટ ઉતારી
હવે તો ઘોળ કળિયુગ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે.નવ મહિના પોતાના ગર્ભમાં રાખી જેને જનમ આપ્યો હોય તે પુત્ર એ તેની માતાને મોતને ઘાટ ઉતારતાં સનસનાટી મચી જવા પામી છે.ગાંધીધામમાં રહેતા એક યુવાને તેના મનબુદ્ધિ સગા ભાઈ વિરુદ્ધ તેની જ માતાની હત્યા કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગતો અનુસાર ગાંધીધામ ખાતે રહેતા હાજરાબાઈ હારૂણભાઇ ગાધ (ઊ.વ.70)નામના વૃદ્ધ મહિલાના પુત્ર સાલેભાઈ ગાઘએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના સગા ભાઈ હાજી ગાધે તેની માતા ને લોખંડના પાઇપ વડે માર મારી મોતને ઘાટ ઉતારી છે જેમાં તેને જણાવ્યું હતું કે, તે અને તેના ત્રણ ભાઈઓ તેમના લગ્ન થયા બાદ તેમની માતા થી અલગ રહે છે જ્યારે તેનો નાનો ભાઈ હાજી મંદબુદ્ધિ હોવાથી તેની માતા સાથે રહે છે ગત તારીખ 9-11 ના રોજ તેની માતાએ તેના મન બુદ્ધિ પુત્રને દવા લેવા બાબતે ઠપકો આપ્યો હતો જે વાત પર તેની માતાને લોખંડના પાઇપ વડે માર મારતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો .જેથી તેને તેના ભાઈ વિરૂદ્ધ તેની જ માતાની હત્યા કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાવી હતી.