વી.એન. મહેતા ઈન્સ્ટી. ઓફ આયુર્વેદ કોલેજના ડો. વિશાલ શુકલની મતે રોગ સામે રક્ષણ એ રોગ મટાડવા કરતા વધુ સરળ રહે છે: જાગૃતિ અકસીર ઈલાજ
વિશ્વ એઇડસ દિવસની ઉજવણી વૈશ્વિકસ્તરે કરવામાં આવે છે . આ દિવસની ઉજવણી જન જાગૃતિ વધારવા , સંક્રમણને ફેલાતું રોકવા , રોગ અંગે માહિતી આપવા માટે તેમજ કેવા લક્ષણો જોયા બાદ તેનું નિદાન કરાવું અને તેની ચિકિત્સા અંગેની માહિતી સરળ ભાષામાં મળી રહે તે માટે કરવામાં આવે છે . કોઇ પણ સંક્રામક રોગ માં સંક્રમણને ફેલાવાતી પ્રક્રિયા માં વિક્ષેપ કરી ચેન તોડવા પર ભાર મૂકવા માં આવે છે . જેના માટે યોગ્ય સમજણ અને માહિતી દરેક વ્યક્તિ ને હોય તે જરૂરી છે .
AIDS એક વિષાણુજન્ય સંક્રામક રોગ છે જે સામાન્ય રીતે શારીરિક સંબંધ , વિષાણુ સંક્રમિત રક્ત અને વિષાણુ સંક્રમિત મેડિકલ સાધનના ઉપયોગથી થાય છે . આ રોગના વિષાણુને એચઆઈવી – હ્યુમન ઇમ્યુનોડેફિસયન્સી વાઇરસના સંક્રમણના કારણે થાય છે . આ વિષાણુ એક છગઅ પ્રકારનો વિષાણુ છે જેને કીભ ખજ્ઞક્ષફિંલક્ષશયિ’ત અને તેમની ટીમે 1983 માં પહલીવાર આઇસોલેટ કરેલ . વિષાણુ સામાન્ય રીતે આફ્રિકાના જંગલોમાં મળતા વાંદરા – ચિપાંજીમાં જોવા મળતો હતો અનેતેની સાથેના સંપર્કના પરિણામે તે વિષાણુ ઝૂનોટિક રોગના સ્વરૂપે મનુષ્યમાં જોવા મળ્યો . આધિકારિક પ્રાપ્ય માહિતી પ્રમાણે AIDS નો પહલો કૈઇસ વર્ષ 1981 માં જોવા મળેલ હતો.
AIDS વિશે વિસ્તૃત સમજ આપતા ડો . નિશાંત શુક્લ જણાવે છે કે એઇડસ એક સંક્રામક રોગ છે જે વિષાણુ ના સંક્રમણ ના કારણે ઉત્પન્ન થાય છે . AIDS ને ઉત્પન્ન કરતાં વિષાણુ નું નામ એચઆઈવી – ધૂમન ઇમ્યુનોડેફિયંસી વાયરસથી ઉત્પન્ન થાય છે જે એક પ્રકાર નો આરએનએ વિષાણુ છે -વાયરસ છે . ઇમ્યુનોડેફિશયન્સી વાયરસ આફ્રિકાના વાંદરામાં જોવા મળતો હતો જેના સક્રમણનો પહલો કિસ્સો વીસમી સદીના છેલ્લા વર્ષોમાં મનુષ્યોમાં જોવા મળે છે . AIDS નો પેહલો રોગી હેટીમાં જોવા મળેલ હતો જે ત્યારબાદ અન્ય દેશોમાં તે ફેલાયો જોવા મળે છે અને આજે AIDS એક મોટી આરોગ્ય સમસ્યા છે AIDS એક રોગ નથી પણ રોગ સમૂહ છે અને તેના માત્ર એક મુખ્ય લક્ષણ નથી પણ તેના લક્ષણ એક કરતાં વધુ હોય શકે છે . AIDS રોગ માં ક્રમશ: શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થતી જાય છે .
આયુર્વેદ એક સાશ્વત અને વૈજ્ઞાનીક ચિકિત્સા શાસ્ત્ર છે જેનું પ્રાગટ્ય ભારતમાં જ થયેલ છે આજ વિશ્વ માં આધુનિક વિજ્ઞાન ઉપરાંત અનેક અન્ય ચિકિત્સા પધ્ધતિઓ છે પણ આધુનિક ચિકિત્સા વિજ્ઞાન સિવાય નિશ્ચિત સિધ્ધાંતપૂર્વક ચિકિત્સા થતી હોય તેવું જણાતું નથી કારણ કે તેના ઉપલબ્ધ સાહિત્ય અતિ મર્યાદિત છે અને વ્યવસ્થિત – વૈજ્ઞાનિક રીતે લિપિબ્ધ નથી જ્યારે આયુર્વેદનું વિજ્ઞાન સિધ્ધાંત રૂપે સુવ્યવસ્થીત લખાણ મળે છે જે સંહિતાના રૂપમાં જોવા મળે છે . AIDS નો પહેલો રોગ વીસમી સદી માં જોવા મળ્યો અને એચઆઈવી ને લેબોરેટરી માં અલગ 1991 માં તરવવામાં આવ્યો પણ AIDS માં થતો શારીરિક ફેરફાર ( પેથોલોજીકલ ફેરફાર સાથે સામ્ય ધરાવતા રોગો નું વર્ણન છે જેમાં સુશ્રુત સંહિતા દ્વારા ઓજસ અને ચરક સંહિતા માં નિષપ્રત્યેનિકત્વ ( જવર ) જે AIDS ની સાથે સામ્યતા ધરાવે છે . અહીં પ્રસ્તુત શબ્દો સામાન્ય વ્યવહાર માં ઉપયોગ થતાં નથી અને તેના વિષે ની માહિતી પણ ઓછી છે પણ તેને બતાવું જરૂરી છે કારણ કે આયુર્વેદ અન્ય ઓલટરનેટિવ મેડિકલ સિસ્ટમ કરતાં અલગ છે અને વૈજ્ઞાનિક રીતે લખાયેલું છે જેનો આ પુરાવો છે . રોગ થવાની રીતના આધારે જ ચિકિત્સા થઇ શકે તેના વગર થતી ઔષધ ચિકિત્સા માત્ર તુક્કો સાબીત થઇ શકે .
ઓજ સૌથી પેહલા બને છે (જીવન નું રક્ષક બલ છે) અને ત્યાર બાદ ભ્રૂણની વૃધ્ધી થાય છે બાળકના જન્મ પછી ઓજ બનવાની પ્રક્રિયા થોડી અલગ થાય છે અને ખોરાકના અંશમાંથી શરીરની ધાતુ નિર્માણ સમયે તેમાંથી અતિ સૂક્ષ્મ અંશ જે અતિ શક્તિવાન હોય છે જેને ધાતુનો સાર કહે છે , અને શરીરમાં રહેલ સાતે ધાતુના સારના મીશ્રીત સ્વરૂપને ઓજ અથવા ઓજસ કહે છે .
ઓજ અથવા ઓજસને શરીરના કોઇ એક પદાર્થ સાથે સામ્ય ધરાવતું નથી પણ તે શરીર માટે અતિ અગત્યનું સ્વાસ્થ્ય , રોગ , અને મૃત્યુ ઓજ ની સ્થિતિ પર આધાર રાખે છે જો ઓજ નું પ્રમાણ બરાબર હોઇ અને વિકાર રહીત હોય તો વ્યક્તિ સ્વસ્થ રહે છે અને રોગનો સારી રીતે પ્રતિકાર થાય છે પણ જો ઓજમાં બગાડ આવે ( જેને ઓજ વિસસ કહે છે અને ઓજનો ક્ષય થતાં તેના પરિણામે રોગ થાય છે અને અંતિ ક્ષય અથવા નાશ થતાં મૃત્યુ થાય છે . શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓજ અથવા પ્રત્યનિક બલ ઉપર આધાર રાખે છે અને જ્યારે તે નાશ પામે છે તેના થી રોગ અસાધ્ય થાય છે .
AIDS ની સારવાર માટે હાલ એન્ટીવાઇરલ ઔષય થી સારવાર આપવામાં આવે છે આયુર્વેદમાં અનેકવિધ ચિકિત્સાના વિકલ્પો છે જેને રોગી અને રોગની સ્થિતિ પ્રમાણે આપી શકાય છે . સામાન્ય રીતે પંચકર્મનો ઉપયોગ મર્યાદિત રીતે જ કરી શકાય પણ ઔષધિય ચિકિત્સા , દિનચર્યા ઋતુચર્યા , યોગ અને લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે .
આયુર્વેદ ચિકિત્સક દ્વારા સામાન્ય રીતે જે દવા નો ઉપયોગ કરવામાં આવે તેમાં ચ્યવનપ્રાશ , ચંદ્રપ્રભા , અશ્વગંધા , બલા , અવર્ગ ( જીવક , ઋષભક મેદા , મહમેદા વગેરે ) , સુવર્ણ ભોયઆંબલી , અભ્રક ભસ્મ , વિગેરે તે ઉપરાંત જે અન્ય રોગ અથવા અન્ય સંક્રમણ અનુસાર તે રોગ માટેની ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે .
AIDS માં શું આયુર્વેદ સારવાર કરવી જોઇએ ? AIDS ની સારવાર આયુર્વેદ ઔષધ ચિકિત્સા નો ઉપયોગ પ્રમુખ રીતે કરવામાં આવે છે . AIDS ની સારવાર માં આયુર્વેદ નો ઉપયોગ સ્વતંત્ર ચિકિત્સાના રૂપે પણ કરી શકાય છે અને પૂરક ચિકિત્સાના રૂપે કરી શકાય છે . પૂરક ચિકિત્સાના રૂપમાં જ્યારે ચિકિત્સા કરવામાં આવે છે ત્યારે આધુનિક ચિકિત્સાની સાથે આયુર્વેદની દવાઓનો ન્યૂટ્રાસ્યુટીકલ્સના રૂપમાં કરવામાં આવે છે જે ઔષધ તો છે તેની સાથે સાથે શરીરને પોષણ પણ આપે છે અને તેના પરિણામે શરીરને બળ મળે છે અને રોગી સ્વસ્થતા અનુભવે છે જેને ફિલિંગ ઓફ વેલબીંગ કહે છે .
રોગગ્રસ્ત શરીર છે અને થોડી કાળજી રાખી તે રોગી તેની દૈનિક કાર્યો સારી રીતે કરી શકે છે અને સ્વાસ્થતા અનુભવી શકે છે . AIDS માં આજે એન્ટિ વાઇરલ ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે પણ તેના ઉપદ્રવો વિષે વિશ્વની દરેક સંસ્થાઓ ચિંતિત છે . વિશ્વના અન્ય દેશોમાં આયુર્વેદ ચિકિત્સા ઉપલબ્ધ નથી પણ ભારતમાં તે ઉપલબ્ધ હોય સરકાર , સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા રસ લઈ આયુર્વેદનો સ્વતંત્ર ચિકિત્સા તેમજ એડજયુવન્ટટ્રીટમેન્ટ માટે જનજાગૃતિ વધારવામાં માટે પ્રયાસ જરૂરી છે . લેખકે જામનગરના ખ્યાત નામ આયુર્વેદ ચિકિત્સક ડો . સી પી શુક્લ પાસે AIDS ના રોગીઓ ની ચિકિત્સા થતી જોઈ છે અને રોગીના રોગમાં રાહત થતી તેમજ લાઈફ એક્સપેન્ટન્સી વધતી જોઈ છે .
સંસ્થાના આચાર્ય ડો . ગિરિરાજસિંહ ગોહિલ જણાવે છે કે AIDS ની સારવાર , પરમાર્શ તેમજ અન્ય માહિતી માટે નજીકના આયુર્વેદ ચિકિત્સાલય , આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો સલાહ ભર્યું છે .
અહીં માત્ર સામાન્ય માહિતી આપવામાં આવી છે તેના આધારે ચિકિત્સા કરવી યોગ્ય નથી ચિકિત્સા માટે આયુર્વેદ ચિકિત્સક ના સલાહ અનુસાર દવાઓ લેવી.