વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ વખત અશક્ત વયોવૃદ્ધ મતદારો માટે ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વ્યવસ્થા મતદાનના ત્રણ દિવસે પૂર્વે જ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ જિલ્લાની હાઈ વોલ્ટેજ ગણાતી બેઠક પર ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.
રીબડા ગામના અશક્ત વૃદ્ધ મતદારોના પરિવારજનોએ ઘર બેઠા મતદાનની વ્યવસ્થા માટે અનિરુદ્ધસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. જેથી અનિરુદ્ધ સિંહ ચૂંટણી ફરજ પર રહેલા અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા.
ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યવસ્થા મતદાનના ત્રણ દિવસ પૂર્વે જ કરવામાં આવી ગયું છે. પરંતુ આ વ્યવસ્થાથી અજાણ વયોવૃદ્ધ મતદાનથી વંચિત રહ્યા હતા. જેથી તેમની સમસ્યાના સમાધાન માટે અનિરુદ્ધ સિંહ જાડેજા આગબબુલા થયા હતા. અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.