ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના અનોખા અંદાજ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અગ્રણી અલગ અંદાજમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા માલધારીના કપડા પહેરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. સાથે જ તો પોતાની ભેસ અને વાછરડા પણ લઇ ગયા હતા. આવા અનોખા અંદાજ સાથે મતદાન કરવા પહોંચતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અમરેલીમાં અનોખો વિરોધ
અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે મહત્વની વાત તો એ છે કે તો સાયકલની પાછળ ગેસ-સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.