મેષ રાશિફળ (Aries):
ઘરમાં રિનોવેશન અને સજાવટને લગતા પરિવર્તન આવશે. વિદ્યાર્થીઓએ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું. સારું વ્યક્તિત્વ હોવાના કારણે અન્ય લોકો તમારી સાથે સંબંધો બનાવવા માગશે. ભૌતિક સાધનો પર ખર્ચા વધુ થશે. પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે. લવ લાઈફમાં નવી શરૂઆત થશે અને સંબંધો પણ મજબૂત બનશે. સામાજિક તથા રાજનૈતિક સીમા પણ વધશે.
વૃષભ રાશિફળ (Taurus):
પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને લગતાં કોઇ કામમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે. તમારી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. નવા કાર્યો શીખવામાં સફળતા મળશે. મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.
મિથુન રાશિફળ (Gemini):
પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં વિશેષ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. વાતચીત કરીને તમે તમારું કામ કઢાવી શકશો. આજે જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યમાં વિશેષ રસ રહેશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે. વ્યવસાયમાં થોડા પરિવર્તન જેવી સ્થિતિ બની રહી છે. ધાર્મિક પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક અને પોઝિટિવ પરિવર્તન લાવશે.
કર્ક રાશિફળ (Cancer):
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. શારીરિક અને માનસિક થાક હાવી રહેશે. વ્યક્તિગત લક્ષ્ય અને જીવન પ્રત્યેની ગંભીરતા વધતી જોવા મળશે. દરેક વાતનો ઉત્સાહ રહેવાથી વધુ મહેનતની સાથે કામ કરવાનો પ્રયાસ તમે કરશો. જેમની સાથે સારા સંબંધો છે, તે વધુ ગાઢ બનશે. જીવનસાથીના કરિયરમાં પ્રગતિના કારણે પ્રસન્ન રહેશો. વ્યવસાયમાં તમારા સખત પ્રયત્નોથી ઇચ્છા પૂર્ણ થશે. આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઘરે રહીને જ યોગ્ય રીતે શરૂ થઇ જશે.
સિંહ રાશિફળ (Leo):
રોજગારી ક્ષેત્રે અવરોધ દૂર થશે અને ટૂંકી યાત્રા ફાયદાકારક સાબિત થશે. માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે સમય મિશ્રિત ફળદાયક રહેશે. દિવસની શરૂઆત સારી રહેશે. સમાન વિચારધારાના લોકો સાથે હળવા-મળવાનું થશે. જેથી નવી ઊર્જા પ્રવાહિત થઈ શકે છે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક અવસર રહેશે. આજે સપના સાકાર કરવાનો દિવસ છે, મહેનતથી કામ લેવું. તમને પૂર્વજો પાસેથી પૈસા મળે તેવી સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ખર્ચા પર નજર રાખો.
કન્યા રાશિફળ (Virgo):
રોજિંદા ભાગદોડથી થોડી રાહત મળશે. નબળાઇના કારણે પગમાં દુખાવાની પરેશાની રહેશે. આજે મોટાભાગનો સમય અધ્યાત્મક ગતિવિધિઓમાં પસાર થશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. ભાગદોડ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. આજે માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક સમય છે. થોડા નજીકના લોકોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વધારે વિચારો કરવામાં સમય ખરાબ ન કરો.
તુલા રાશિફળ (Libra):
ધનલાભના યોગ છે. અન્યની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો. વિદ્યાર્થીઓને ગુરુના ટેકાથી ફાયદો થશે. જીવનસાથીને નવા ધંધાનો પ્રારંભ કરવા માટેનો સહયોગ મળશે. આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશે. તમને માન અને સન્માન મળશે અને કૌટુંબિક સંપત્તિમાં વધારો થશે. મિત્રોની સહાયથી અટકેલા કાર્યો પૂરા થશે અને નવા સારા મિત્રો પણ મળી શકશે. વ્યવસાયમાં હાલ વધારે સુધારની જરૂરિયાત નથી. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચાર પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
વ્યસ્તતા વચ્ચે તમે લવ લાઈફ માટે સમય આપશો. કોઈપણ વ્યક્તિની મદદ કરતી વખતે પોતાના કર્તવ્ય અને જવાબદારીઓને અવોઈડ ન કરશો. હાલના સમયમાં જીવનમાં સ્થિરતા લાવવી ખૂબ જ જરૂરી છે. દરેક તકનો ફાચદો ઊઠાવવાનો પ્રયાસ કરતાં રહો. રૂપિયાને લગતી વાતોમાં મોટો ફેરફાર જોવા મળશે. જેને લીધે બીજી વાતોને લગતો તણાવ પણ દૂર કરી શકવો શક્ય બનશે.
ધન રાશિફળ (Sagittarius):
પારિવારિક જીવન પર વધુ ધ્યાન આપવાને લીધે દરેક સંબંધોમાં સુધારો કરવો તમારી માટે શક્ય છે. મિત્રોની સાથે સંબંધો પણ બદલતાં જોવા મળશે. જે લોકોની પ્રત્યે નારાજગી હતી, તેને દૂર કરવાનો તક મળી શકે છે. પરંતુ જૂની ભૂલો ફરીથી રિપિટ ન થાય તેનું ધ્યાન પણ રાખવું પડશે.
મકર રાશિફળ (Capricorn):
ઠંડા-ગરમ વાતાવરણના કારણે ગળમાં તકલીફ રહેશે. કૌટુંબિક ખર્ચામાં વધારો થશે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. દિવસના પહેલાં પક્ષમાં થોડી નકારાત્મક સ્થિતિ ઊભી થઈ શકે છે. એવું અનુભવ થશે જાણે સમય હાથમાંથી સરકી રહ્યો હોય. આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવાનો છે. ઘર-પરિવારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
કુંભ રાશિફળ (Aquarius):
કાર્યસ્થળ પર તમે તમારી વાત સાચી સાબિત કરી શકશો. પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. આર્થિક મામલે વધારે વિચાર કરવાની જરૂરિયાત રહેશે. ઉતાવળ અને ભાવુકતામાં કોઈપણ નિર્ણય ન લેવો. કોઇ પ્રિય દ્વારા કોઈ અશુભ સમાચાર મળવાથી મનમાં નિરાશા રહેશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. વાહન કે કોઈ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણના ખરાબ થવાની શક્યતાઓ રહેશે.
મીન રાશિફળ (Pisces):
કાર્યક્ષેત્રમાં ધૈર્ય અને પ્રતિભા સાથે તમે દુશ્મન પર વિજય મેળવવામાં સફળ થશો. વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર સંભવ છે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે ગ્રહ સ્થિતિ તમારા લાભના માર્ગ ખોલી શકે છે, માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઈ શુભચિંતકની મદદ તમારા માટે આશાની કિરણ લઇને આવશે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને સક્રિય રહે.