ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ કઈ પણ નિવેદનો આપી રહ્યા છે ત્યારે દાતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઇ પારધીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓ કહી રહ્યા છે કે “કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે ચિંતા ના કરો હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ”
આ નિવેદન સામે આવતા જ રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો અને જેની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ આચાર સહિતના ભંગની ફરિયાદ ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે નોંધાવી જેના પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.