ગુજરાતમાં એવા રાજા મહારાજા થઇ ગયા છે જેના વિષે ઈતિહાસ વાંચતા પ્રેરણા મળે.જેનાથી અન્ય દેશના રાજાઓ યુધ્ધ માટે ડરતા હતા.અમુક રાજાઓ તો રંક માંથી રાજા બન્યા છે.જેમ કે
વનરાજસિંહ ચાવડા
વનરાજ સિંહ ચાવડા જેના પિતા પંચાસરના રાજા જયશિખરી અને મારા રૂપસુંદરી…..રાજા જયશીખરીએ જયારે રૂપસુંદરી સાથે લગ્ન કર્યા ત્યારે તેનો ભાઈ સુરપાળ પણ સાથે પંચાસર ગયો હતો.રાજાએ તેને સેનાપતિ બનાવ્યો હતો.
કનૌજના રાજા ભુવડે પંચાસરની નામના સંભાળતા ભુવડે તેનો સેનાપતિ મિહિરને પંચાસર પર ચડાઈ કરવા આદેશ આપતા મિહિરે ચડાઈ કરી ત્યારે પંચાસરમાંથી સાળો સુરપાળ જે સેનાપતિ હતો તે મિહિર સાથે યુદ્ધ કરવા ગયો અને સુરપાળે જીત હાંસલ કરી.ત્યારબાદ ખુદ રાજા ભુવાડે પંચાસરમાં રાજા જયશીખરીના મહેલ આજુબાજુ કિલ્લેબંધી કરી. 52 દિવસમાં અન્નના કોઠાર ખાલી થઇ જતા રાજા જયશીખરીએ સુરપાળ અને તેની ગર્ભવતી પતિને જંગલમાં મોકલી ભુવડ સામે કેશરીયા કરતા મૃત્યુ પામ્યા હતા. ભુવડ રાજાએ પંચાસરને કબજે કર્યું.
સુરપાળ અને તેની ગર્ભવતી પતિને જંગલમાં ભીલ સમાજે આસરો આપ્યો.રૂપસુંદરીએ જંગલમાં પુત્રને જન્મ આપ્યો તેથી તેનું નામ વનરાજ પાડવામાં આવ્યું.મામા સુરપાળે વનરાજને શસ્ત્રક્રિયા,ધનુરવિદ્યા વગેરેમાં નિપુણ બનાવ્યો.જયારે વનરાજ નાનો હતો ત્યારે તેના ગુરુ શીલગુણસૂરીએ ૨ ભવિષ્યવાણી કરી હતી.
1.તે મોટો થઈને રાજા
૨.જૈન ધર્મને મદદરૂપ કરશે
વનરાજ ચાવડાને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવવા માટે નાણા અને સૈન્યની જરૂર હોવાથી તેને અને તેના મામાએ લુંટની ક્રિયા ચાલુ કરી.વનરાજનો મિત્ર અણહીલ ભરવાડ જેને સૈન્યની મદદ કરી હતી.અને ઘીનો વેપારી ચાંપાએ નાણાકીય મદદ કરી.વનરાજ સિંહે પન્ચાસર્પર ચડાઈ કરી જીતી કાંકરેજની યુવતી લક્ષ્મીના હસ્તે રાજતિલક કર્યું હતું.
તેના ૨ મિત્રો અણહીલ ભરવાડ અને ચાંપો વાણીયો તેની યાદમાં અણહીલપુર પાટણ અને ચાંપાનેર વસાવ્યું..