હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી શરૂ છે જેમાં પ્રથમ તબક્કાના મતદાનનો ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જ એડીચોટીનું જોર લગાડી રહ્યા છે અને પ્રથમ તબક્કા માટે પ્રચાર કરી રહ્યું છે.
પરંતુ વાત કરીએ તો ભારતનો આ એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરે છે હા આપને આશ્ચર્ય લાગતું હશે કે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો કોઈ વિધાનસભા માટે કેવી રીતે મતદાન કરી શકે પરંતુ અહીંના લોકો ગુજરાત વિધાનસભા માટે કરે છે મતદાન જાણો સમગ્ર વિગત..
ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક દાદરા અને નગર હવેલી કે જે ગુજરાતની ખૂબ જ નજીક આવેલો છે આ કેન્દ્રશાસિત પ્રદેશનું મેઘવાલ ગામના લોકો ગુજરાતની ચૂંટણીમાં પોતાનો મત આપે છે તેની પાછળનું કારણ એવું છે કે મેઘવાલ ગામ દક્ષિણ ગુજરાતના કપરાડા વિધાનસભા સીટનો એક ભાગ છે જો કે આ પહેલા તે દક્ષિણ ગુજરાતના ધરમપુર નો એક ભાગ હતો.
મેઘવાલ ગામ ભૌગોલિક રીતે દાદરા નગર હવેલીમાં આવેલું છે આ ગામમાં લગભગ 32 હજાર લોકોની વસ્તી છે મેઘવાલ ગામ ઉપરાંત અન્ય ત્રણ ગામો જેવા કે નગર રાયમલ અને બધુબન ભૌગોલિક રીતે દાદરા નગર હવેલી સાથે જોડાયેલા ગામો છે.