બીજા સેમી ફાઇનલમાં મહારાષ્ટ્ર અને આસામ વચ્ચે ટકકર
વિજય હઝારે ટ્રોફી – 2022-23 ના કવાર્ટર ફાઇનલ મેચમાં તામીલનાડુની ટીમને 44 રને પરાજય આપી સૌરાષ્ટ્રની ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આવતીકાલે પ્રથમ સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ કર્ણાટક સામે ટકરાશે. જયારે બીજી સેમી ફાઇનલમાં મહારાષ્ટ્રનો જંગ આસામ સાથે જામશે બન્ને સેમીફાઇનલમાં વિજેતા બનનારી ટીમ બીજી ડિસેમ્બરના રોજ ફાઇનલમાં ટકરાશે.
તામીલનાડુ સામે ગઇકાલે રમાવેલ કવાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ ટોસ હારી હતી. પ્રથમ બેટીંગ કરતા સૌરાષ્ટ્રે હાર્વિક દેસાઇ, ચિરાગ જાની અને અર્પીત વસાવડાની અર્ધી સદીની મદદથી નિર્ધારિત પ0 ઓવરમાં આઠ વિકેટના ભોગે 293 રન બનાવ્યા હતા. તેના જવાબમાં તામીલનાડુની ટીમ 48 ઓવરમાં ર49 રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો 44 રને વિજય થયો હતો અણનમ પર રન બનાવ્યા બાદ તામીલનાડુની ત્રણ વિકેટો ખેડવનાર ઓલ રાઉન્ડ ચિરાગ જાનીને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આવતીકાલે અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીના બન્ને સેમીફાઇનલ મેચ રમાશે. જેમાં પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર અને કર્ણાકટ વચ્ચે જંગ જામશે. જયારે બીજી સેમીફાઇનલ માં મહારાષ્ટ્રની ટકકર આસામ સામે થશે. વિજય હઝારે ટ્રોફીનો ફાઇનલ બીજી ડિસેમ્બરે રમાશે.