ગત રવિ સિઝનમાં 188 લાખ ટન ઘંઉનો સ્ટોક હતો: આ વર્ષે 200 લાખ ટન સ્ટોક છે
સરકારે આ વર્ષે ઘંઉની ખરીદી ભલે ઓછી કરી પરંતુ ઘંઉનો સંગ્રહની માગને પહોંચી વળવામાં કોઇ મુશ્કેલી સર્જાશે નહીં, હાલ સરકાર પાસે ર00 લાખ ટનથી પણ વધારે ઘંઉનો સ્ટોક છે જે ગત રવિ સિઝન કરતા પણ વધારે છે, ગત રવિ સિઝનમાં 188 લાખ ટન ઘંઉનો સ્ટોક હતો.
ચાલુ વર્ષમાં આ સ્ટોક કેન્દ્રને ખાદ્ય સુરક્ષા હેઠળના વૈધાવિક પ્રશ્ર્નોને પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે.
વૈશ્ર્વિક મહામારી કોરોના જેવા સંકટ પહેલા સરકારે કરેલાં ઘંઉના સ્ટોક પણ વર્તમાન સમયમાં મદદરુપ થશે અત્રે એ પણ ઉ5લ્લેખનીય રહેશે કે ભારત મુકત ખાદ્ય અન્ન યોજના એક એવી યોજના છે. જે વિશ્ર્વની સૌથી મોટી યોજના છે.
ખાદ્ય અન્ન સુરક્ષા સેક્રેટરી સંજીવ ચોપરાનું કહેવું છે કે સરકાર પાસે નિયમ મુજબ બફર સ્ટોક છે, પુરતો સ્ટોક છે.
વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અને મફક ખાદ્ય અન્ન યોજનાને આગામી ડીસેમ્બર સુધી લંબાવવી કે નહીં. તે સરકાર પર નિર્ભર છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એફ.સી.આઇ) ના ડેટા મુજબ આગામી એપ્રિલ 113 લાખ ટન ઘંઉનો સ્ટોક હશે, નેશનલ ફુડ સિકયોરીટી એકટના નિયમ મુજબ ખાદ્ય અન્નની માગ પ્રમાણે પણ સરકાર પાસે બફર સ્ટોક છે. નિયમ મુજબ 75 લાખ ટન ઘંઉનો સ્ટોક જરુરી છે. તેની સામે આ સરકાર પાસે બફર સ્ટોક છે.
કોઇપણ કટોકટી ભરી સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા સાથે સરકારે પાંચ કિલો ઘંઉ 80 કરોડ લોકોને સબસીડી રુપે આપ્યા હતા.
જયારે સરકારે ટેકાના ભાવ જાહેર કરે અને તે પ્રમાણે ખરીદી શરુ કરે એ વખતે ખાનગી કંપનીઓ પણ સારી કિંમત આપવા તૈયાર થાય છે જે સરેરાશ ખેડુતોને જ ફાયદો થાય છે.