- સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો: રાત્રે દેવરાજ ગઢવી (નાનો ડેરો) સહિતના નામી કલાકારોની સંતવાણી
- ઉદાસી આશ્રમે સવારથી જ જામશે સીતારામ પરિવારના ભાવિકોની ભીડ
પાટડી ઉદાસી આશ્રમના સંત બ્રહ્મલીન પૂ. જગદીશબાપુ ઉર્ફે જગાબાપાના સુપુત્ર અને વર્તમાન ગાદીપતિ પૂ. ભાવેશબાપુનો કાલે તા. 28મીએ અવતરણ દિન છે.
શાસ્ત્ર, મંત્ર વગેરેની તાકાત શું છે ? આજના યુગમાં પણ એ બધું સત્ય સાબિત થાય છે જો સાધક એને બરાબર સાધે તો એ વાત પૂ. જગાબાપાએ સિઘ્ધ કરી બતાવી હતી. પૂ. ઉદાસીબાપુ જેવા ધૂરંધરા ગુરુના પ્રિય શિષ્ય બનીને પૂ. જગાબાપાએ પાટડીથી થોડે દૂર ખારાઘોડા રોડ પર નાનકડો આશ્રમ શરૂ કરી દુ:ખિયાના દૂ:ખ દૂર કરવાનો યજ્ઞ શરૂ કર્યો હતો જે થોડાં વર્ષોમાં મહાયજ્ઞ બની ગયો ને હજારો લોકો દર્શન માટે તથા પોતાની મનોકામના પૂર્ણ કરવા આશ્રમે આવવા લાગ્યા.
પૂ. જગાબાપાએ અનેક પીડિતોને પીડામાંથી મુકિત અપાવીને અચાનક જ કૈલાસલોક પામ્યા. એ પછી પૂ. બાપાના સુપુત્ર પૂ. ભાવેશ બાપુને પોતાનો આઘ્યાત્મિક વારસો સોંપ્યો.
આજે પૂ. બાપાની ગેરહાજરીમાં પૂ. ભાવેશબાપુ દુ:ખિયાનાં દુ:ખ દૂર કરે છે, કાલે તા.ર9 નવેમ્બરે તેમનો જન્મદિવસ હોવાથી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આશ્રમે આયોજન થયું છે. સીતારામ પરિવારના સદસ્યો સવારથી જ ઉમટી પડશે.રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં વિખ્યાત ભજનીક દેવરાજ ગઢવી (નાનો ડેરો) સહિત નામી કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે.