પાંચ વર્ષમાં ચૂંટણી ભંડોળ મેળવવામાં ભાજપ 163 કરોડ સાથે પ્રથમ નંબરે બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજા નંબરે આપ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં લોકતંત્રને સુદ્રઢ પણે જાળવી રાખવા માટે રાજકીય પક્ષો ની મહત્વની કામગીરી છે ત્યારે રાજકીય પક્ષોને મદદરૂપ થવા માટે આર્થિક સહાય ને પણ લોકતંત્રની સેવા ગણવામાં આવે છે. ત્યારે ચૂંટણી ફંડના રૂપમાં ભંડોળ મેળવવા માં કયા પક્ષને કેટલી રકમ મળી છે તે અંગે કરવામાં આવેલી આરટીઆઇ ના જવાબમાં જારી કરાયેલાએક અહેવાલમાં પાંચ વર્ષથી ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય ભંડોળ અંગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો અહેવાલ માંભાજપ ને કુલ ભંડોળમાંમાં 94% ની હસેદારી મળી છે જનાધાર મેળવવામાં કેવી રીતે ભાજપને ગુજરાતમાં લોકોનો જબરજસ્ત પ્રતિસાદ છે તેવી જ રીતે ફોન આપવામાં પણ ગુજરાત ભાજપ માટે સુકનિયાલ સાબિત થઈ રહ્યું છેજેમાં સૌથી વધુ ભંડોળગુજરાત માંથી મળ્યું છે.રિપોર્ટ અનુસાર, માર્ચ 2018થી ઓક્ટોબર 2022 સુધીમાં તમામ પક્ષોને મળીને 174કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું હતું, જેમાં ભાજપનો હિસ્સો 163 કરોડ રૂપિયા હતો.બીજા ક્રમેકોંગ્રેસ રૂ. 10.5 કરોડ સાથે અને આપ રૂ.32 લાખ સાથે. અન્ય પક્ષ20લાખ રૂપિયા મળ્યા હતા.
કુલ 1.571 દાનમાંથી ભાજપને 1519 દાન મળ્યા. રાષ્ટ્રીય સ્તરે, ભાજપને 65% અથવા 2017/18 થી ખરીદેલા તમામ ચૂંટણી બોન્ડના બે તૃતીયાંશ ભાજપ માટે ખરીદાયા હતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં આરટીઆઇ ના જવાબમાં વિગતો જાહેર કરવામાં આવી હતી કે રૂ. 343 કરોડના 595 બોન્ડ ખરીદવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે એપ્રિલ 2019માં સૌથી વધુ સંખ્યામાં ઈલેક્ટોરલ બોન્ડ્સ – તેમાંથી 87.5 કરોડની કિંમતના 137 – ખરીદવામાં આવ્યા હતાઆ બોન્ડ્સનું સૌથી સામાન્ય મૂલ્ય રૂ. 1 કરોડ હતું, ત્યારબાદ રૂ. 10 લાખ.”પાંચ વર્ષના સમયગાળામાં રાજકીય પક્ષોને મળેલા કુલ કોર્પોરેટ દાન (રૂ. 4014.98કરોડ)માંથી, 4% અથવા રૂ. 174 કરોડ, ગુજરાતમાંથી આવ્યા હતા,” અહેવાલમાં જણાવાયું છે કે, રૂ. 74.3 કરોડ પ્રુડન્ટ ઇલેક્ટોરલ નામની એન્ટિટીમાંથી આવ્યા હતા. ગુજરાત સ્થિત છ કંપનીઓએ આ ટ્રસ્ટ દ્વારા દાન આપ્યું હતું