નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ 2023/24નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. નાણા મંત્રાલયે બજેટની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે દેશનું બજેટ કેવું રહેશે, જનતાને શું રાહત મળશે. દરેકને આ વિશે ઘણી આશાઓ છે. હાલ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે બેઠકનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં તેઓ દ્વારા નિષ્ણાંતો પાસેથી બજેટને લઈને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે ત્યારે દેશનું બજેટ કેવું હોવું જોઈએ, બજેટમાં લોકો સરકાર પાસેથી શું અપેક્ષાઓ ઈચ્છે છે. આ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023-24 માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.
Inviting Ideas and Suggestions for Union Budget 2023-2024 | https://t.co/Cm7oOF2RXB https://t.co/UmSUYdEPaO
— Nirmala Sitharaman (@nsitharaman) November 26, 2022
ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2023-24 માટે સરકારે લોકો પાસેથી મંતવ્યો અને સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નાણા મંત્રાલયની બજેટ બનાવવાની પ્રક્રિયાને સહભાગી અને સમાવિષ્ટ બનાવવા માટે અને આર્થિક બાબતોનો વિભાગ ‘જન ભાગીદારી’ની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે નાગરિકો પાસેથી સૂચનો આ સૂચનો તમે ‘MY GOV’ https://www.mygov.in/group-issue/inviting-ideas-and-suggestions-union-budget-2023-2024/ પ્લેટફોર્મ પર આપી શકો છો.
10 ડિસેમ્બર છેલ્લી તારીખ છે
નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે .’તમે તમારા વિચારો અને સૂચનો શેર કરો જેથી ભારતને વૈશ્વિક આર્થિક શક્તિમાં ફેરવવામાં મદદ કરી શકે. નાણા મંત્રાલય અને MyGov તમારા મૂલ્યવાન સૂચનોની રાહ જોઈ રહ્યા છે. આ સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022 છે.
આગામી બજેટમાં રાજકોશીય ખાધ ઘટવાની આવશ્યકતા ખૂબ ઓછી
રાજકોશીય ખાધ ઘટવાની આવશ્યકતા ખૂબ ઓછી છે. સરકાર આ માટે સતત પ્રયત્ન કરી રહી છે. પણ સફળતા મળે તેવું લાગી રહ્યું નથી. વધુમાં આ બજેટમાં તમામ વર્ગને રાહત મળતી જોગવાઈઓ થાય ખાસ કરીને વેપારીઓને નડતા પ્રશ્નોનુ નિવારણ થાય તેવી પણ આશા સેવાઈ રહી છે.