રાજ માહી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જે ર3 મે થી કાર્યરત છે. આ સંસ્થામાં દર બુધવારે ઝુંપડપટ્ટીમાં રહેલ આશરે 300 છોકરાઓને નાસ્તો કરાવવામાં આવે છે. અને જીવન જરુરીયાત ચીજ વસ્તુઓની પ્રદાન કરી અનોખો સેવાનો યજ્ઞ ચલાવે છે.
આ સંસ્થાના અગ્રણીઓ ‘અબતક’ ની મુલાકાતે આવેલ મુકેશ માહી – પ્રમુખ, વિશાલ રાજગોર, હિરેન સોલંકી, ધોરાળિયા આશિષ, પારઘિ નીતીન, રાવલ ગોવિંદ, મકવાણા સાહિલ અને રાજગોર અલ્પેશ આવેલ હતા. તેઓએ જણાવ્યું કે વિધવા બહેનો માટે સિલાઇ મશીન:, સિલાઇના કલાસીસ બાળકોને અભ્યાસની કીટ, ગરીબી રેખા નીચે રહેતા લોકોને રાશન કીટ જેવા અને કાર્યો માટે આ ચેરીટેબલ ટ્રસ્ટ તત્પર છે. આ સેવા યજ્ઞમાં જોડાઇ પ્રભુ સેવાનો લાભ લઇ શકો છો કોઇ અનુદાન આપવું હોય તો મો.નંં. 98257 51997 અને 98989 23864 ઉપર ટ્રસ્ટીનો સંપર્ક કરી શકો છો.