ચૂંટણી સમયે ભડકો
ભાયાવદરના કોંગ્રેસના નગરસેવકો કેસરિયા મતદાનમાં રંગ લાવશે !!! લોકોમાં ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે જીત માટે સમર્થન ની ગળા કાપ હરીફાઈ ચાલી રહી છે તેવા સંજોગોમાં ધોરાજી ઉપલેટા મતવિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના કસોકસ ના જંગની પરિસ્થિતિમાં સમગ્ર વિસ્તારમાં રાજકીય એપિસોડ ગણાતા ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસના 8 નગર સેવકોએ કેસરિયા કરી લેતા ભારે રાજકીય ગરમાવો ઊભો થયો છે
ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાના આગેવાનોની હાજરીમાં ભાયાવદર નગરપાલિકાના આઠ સભ્યોને કેસરિયો ખેસ પહેરાવાયો હતો એક સાથે આઠ નગર સેવકોના કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના નિર્ણયને લઈને લોકોમાં ભારે કછવાટ ઉભો થયો છે ભાજપમાં ભળેલા આગેવાનો અગાઉ પણ કેસરિયા કરવા માટે ઉત્સુક હતા પણ સ્થાનિક લોકો અને જિલ્લાના પદાધિકારીઓના વિરોધ વંટોળના કારણે નગરસેવકોના કેસરિયા કરવાની વાત અટકી ગઈ હતી. ગઈકાલે જિલ્લા તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો ને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસના આઠ નગર સેવકો ને ભાજપમાં પ્રવેશ અપાતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે આગામી સમયમાં થનારા મતદાનમાં તેની અસર જોવા મળે તો નવાઈ નહીં અત્રે ઉલ્લેખનીય છે કે ભાયાવદર નગરપાલિકા કોંગ્રેસ ના ચાર સભ્યોમાં સ્થાનિક લેવલથી ભાજપમાં ભેળવવાનો તક્તો ગોઠવાયો હતો આ વાત ની જાણ આઠ સભ્યોને આવી જતા કોંગ્રેસ ની બોડી ભાયાવદર નગરપાલિકામાં લઘુમતીમાં મુકાઈ જાય તે પહેલાં જ ગઈકાલે આઠે કોંગ્રેસના નગર સેવકો એ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.
આ અંગે લોકોમાં ભારે ચર્ચા ઊભી થઈ હતી કેસરિયા કરનાર લોકો અગાઉ ભાજપ સામે વાણીવિલાસ કરવામાં જરા પણ કસર છોડી ન હતી છતાં એવું કયું પરિબળ કામ કરી ગયું કે ચૂંટણી સમયે ભાયાવદર નગરપાલિકાના આઠ સભ્યોએ કેસરિયા ધારણ કરી લીધા આ અંગે કેસરિયા કરી લેનાર આગેવાનો પૈકીના કૈલાશભાઇ માંકડીયાએ પોતાનો મતંવ્ય આપતા જણાવ્યું હતું કે અમે ભાયાવદરનો વિકાસ કરવા માંગીએ છીએ, અમારા કામ થતાં ન હતા, પ્રજા અને પાલિકાના હિતમાં અમે ભાજપમાં જોડાયા છીએ અને પૈસાની લેવડ-દેવડની વાતમાં કોઇ દમ નથી. ધોરાજી-ઉપલેટા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય વચ્ચે કશોકસનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે ભાયાવદર જેવા મહત્વના શહેરના પાલિકાના આગેવાનો ના કેસરિયા થી આગામી સમયમાં રાજકીય રીતે શું ફરક પડશે કોંગ્રેસના સિમ્બોલ ઉપર મત મેળવીને વિજય વિજેતા થયેલા આ નગરસેવકો ના મતદારો તેમની સાથે જ વલણ બદલશે કે કેમ તેની ચર્ચા પણ થઈ રહી છે ભાયાવદરના આઠ નગર સેવકોના કેસરિયાએ ભારે ચર્ચા જગાવી છે.–