આગામી દિવસોમાં 400 જેટલી વંદે ભારત ટ્રેનો દોડતી કરશે સરકાર !!!
હાલ ભારત અને કેન્દ્ર સરકાર સતત નિકાસને વેગવંતુ બનાવવા માટે વિચાર અને તેને અનુલક્ષીને વિવિધ પોલીસીઓનું નિર્માણ કરી રહ્યું છે ત્યારે વંદે ભારત ટ્રેન જે ભારત દ્વારા લોકોની સેવામાં મૂકવામાં આવી છે તેમાં આગામી દિવસોમાં વધુ 400 ટ્રેનો મૂકવામાં આવશે જેનો મુખ્ય હેતુ એ છે કે અહીં સરકાર ટ્રેનનો પણ નિકાસ કરવા માંગે છે. નિકાસ કરવા માટે સરકારે સમગ્ર વિશ્વને ધ્યાને સ્ટાન્ડર્ડ ગેજનું નિર્માણ કરવું જરૂરી છે જો ભારત આ કાર્ય કરવામાં સફળતા હાંસલ કરે તો ભારત ટ્રેનો નો નિકાસ કરી શકે છે અને વિદેશી હુંડિયામણમાં પણ વધારો થશે.
સરકાર વંદે ભારત ટ્રેન મારફતે આત્મા નિર્ભરતા માં નિપુણ થવા માંગે છે અને નિકાસના વિવિધ આયમો ને પણ સર કરવા માંગે છે. દરેક ક્ષેત્રમાં ભારત આત્મ નિર્બળ બનવા તરફના જ પગલાંઓ લઈ રહ્યું છે ત્યારે હવે રેલવે ક્ષેત્રમાં પણ ભારત આ મોડેલને અપનાવી નિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. સરકાર ટ્રેનોના નિકાસ કરવા માટેનું જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે તે વર્ષ 2025-26 નું છે. ત્યારબાદ આ દરેક ટ્રેન યુરોપ,દક્ષિણ આફ્રિકા અને ઈસ્ટ એશિયામાં જોવા મળશે. એટલું જ નહીં સરકાર ટ્રેનની ડિઝાઇનમાં પણ બદલાવ કરી તેની સ્પીડને વધુ વિકસિત કરશે કે જે પ્રતિ કલાક 200 થી વધુની સ્પીડ પર દોડી શકે. આ નવીનતમ ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે 475 જેટલી ટ્રેનો ને માન્યતા આપવામાં આવી છે જે આગામી દિવસોમાં દોડતી થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં જ સ્લીપર કોચ ધરાવતી વંદે ભારત ટ્રેન લોકો ને અર્પણ કરવામાં આવશે અને હાલ જે ટ્રેનો બનાવવામાં આવેલી છે તે બ્રોડગેજ માટે બનાવાય છે. પરંતુ હવે સ્ટાન્ડર્ડ ગેજને અનુસરી સરકાર નવી ટ્રેનોનું નિર્માણ કરશે. વંદે ભારતની સ્પીડ ટેસ્ટ માટે સરકાર રાજસ્થાન ને પસંદ કર્યું છે અને જરૂરિયાત મુજબની દરેક ટેસ્ટ કરવામાં આવેલી છે. ત્યારે સ્ટાન્ડર્ડ ગેજ ટેકનોલોજીને અપનાવી ભારત રેલવે ક્ષેત્રે પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે તો નવાઈ નહીં.