ઈન્ટરનેટમાં રચ્યા પચ્યા રહેતા ગુજરાતીઓ હવે જીઓ જી ભરકે… રિલાયન્સે પોતાની જન્મભૂમિ ગુજરાતને દેશનું પ્રથમ 5જી સ્ટેટ બનાવી દીધું છે. આ સેવા શરૂ થતાં જ ગુજરાતની ભવ્યતામાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે.રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5જી સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે રાજ્યનાં 33 જિલ્લા મથકોમાંથી 100% જીઓ ટ્રુ 5જી કવરેજ ધરાવશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.
રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું હતું ’આપણા માનનીય વડાપ્રધાન માટે શિક્ષણ એ એક કેન્દ્રીય ક્ષેત્ર છે. એ હેતુ સાથે આગામી 10-15 વર્ષમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાશે. આ સાથે જ દરેક ભારતીયને માત્ર બહેતર જીવનધોરણ આપશે, પરંતુ આપણા વડાપ્રધાનનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી જશે. રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ નામનો પ્રોગ્રામ ચલાવે છે, જેમાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં આગળ વધે એ હેતુથી આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.’
’જિયો આ સાથે જ સ્પોર્ટસ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અને વધુ આગળ લાવવા માટે 5જી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે લોન્ચ કરી રહ્યું છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એજ્યુકેશન ફોર ઓલ હેઠળ દરેક નાગરિક, દરેક ઘર માટે આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરશે, જેથી કરીને ભારતમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં વિકાસ થશે.’5જી ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમે-ધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5જીનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તોપણ કહેવું પડે કે બહુ વાર લાગશે.ફાઈલ મોટી છે, પણ 5જીમાં એવું નહીં થાય. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે. 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણાબધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. તાજેતરમાં ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5જી સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5જી ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2 એમબીપીએસ છે. અહીં 4જી પર ડાઉનલોડ સ્પીડ 30.1 એમબીપીએસ છે. એને આ રીતે પણ સમજી શકાય કે 377.2 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેક્ધડમાં 377.2 એમબી ડેટા ડાઉનલોડ કરી શકાય છે.