નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટાલીટી શ્રેષ્ઠ કામગીરી બિરદાવી
હોસ્પિટલ ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના અલગ અલગ માપદંડો ભારત સરકારની સંસ્થા નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટાલીટી દ્વારા નક્કી કરવામાં આવે છે અને જે હોસ્પિટલ આ માપદંડ પર ખરી ઉતરે તેને શ્રેષ્ઠતાના પ્રતીક રૂપે સર્ટિફિકેટ આપવામાં આવે છે. હાલમાં જ કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલએ એનએબીએચ દ્વારા માન્યતા મેળવી છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હવે ગોકુલ હોસ્પિટલ – વિદ્યાનગર મેઇન રોડ અને કુવાડવા રોડ બન્ને હોસ્પિટલ એનએબીએચ દ્વારા માન્યતા ધરાવે છે. ગોકુલ હોસ્પિટલ ખાતે હૃદ્યરોગ, ન્યુરો સર્જરી, ક્રિટીકલ કેર, ઇન્ટર વેન્સનલ રેડિયોલોજી, ન્યુરોલોજી, યુરોલોજી, ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રીપ્લેસમેન્ટ, સ્પાઇન સર્જરી, પીડીયાટ્રીશીયન અને પીડીયાટ્રીક ક્રિટીકલ કેર, જનરલ સર્જરી, ઈ. એન. ટી. સર્જરી, પીડીયાટ્રીક ન્યુરોલોજી, એનેસ્થેસીયોલોજી, રેડિયોલોજી, પેથોલોજી જેવા વિભાગો ઉપરાંત ઇન્ટરનેસનલ સ્ટાન્ડર્ડનાં આઈ.સી.યુ. અને અદ્યતન ઓપરેશન થીએટર ધરાવે છે.
ગોકુલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હૃદ્ય રોગ, પ્રોસ્ટેટ- પથરી- મૂત્રમાર્ગ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, સ્પાઇન સર્જરી અને ડાયાલીસીસ જેવી સારવાર સંપુર્ણ નિ:શુલ્ક ઉપ્લબ્ધ છે. ગોકુલ હોસ્પિટલના “શ્રેષ્ઠતા-સત્યતા-પારદર્શકતા” સુત્ર સાથે ઉચ્ચ ગુણવત્તાના એનએબીએચનું સર્ટિફિકેટ મળતા “સોનામાં સુગંધ” ઉમેરાણી છે. આ પ્રસંગે ગોકુલ હોસ્પિટલનાં ચેરમેન અને સિનિયર ન્યુરો સર્જન ડો.પ્રકાશ મોઢા અને ગોકુલ હોસ્પિટલનાં ડાયરેક્ટર જગજીવનભાઇ સખીયાએ સમગ્ર ગોકુલ પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.