ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષના નેતાઓ દ્વારા વિવિધ જીલ્લાઓ અને વિસ્તારમાં જઈને સભા ગજવી રહ્યા છે. પોતાની પક્ષની જીત માટે દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ખુદ વડાપ્રધાન ભાજપની બહુમતી માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
પીએમ મોદી દરરોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈને ભાજપની જીત માટે મહેનત કરી રહ્યા છે. ગઈકાલે પીએમ મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી ત્યારે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઇ હતી. બાળવાની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસ અને એસપીજીને જોઈને સુરક્ષાકર્મીઓ ભાગવા લાગ્યા હતા. એસપીજીએ તાત્કાલિક અસરથી ડ્રોનને નીચે ઉતારી દીધું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રોન ઉડાડનારા ત્રણ શખસ અમદાવાદના હતા. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન જપ્ત કર્યું છે. પોલીસ-તપાસમાં સામે આવ્યું કે ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હતા.