આજ કાલના યુવાનોની કંઈક વિચિત્ર અને વિકૃત માનસિકતા બનતી જાય છે. હાલનો જ કિસ્સો છે શ્રધ્ધા મર્ડર કેસનો જેમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને મારીને તેના ૩5 ટુકડા કરી નાખ્યા હતા. આફતાબને શ્રદ્ધાના 35 ટુકડા કરીને દિલ્હીની વિવિધ ભાગોમાં ફેંકતો રહ્યો અને બિંદાસ લોકોની વચ્ચે કંઇ થયું જ ન હોય તેમ ફરતો રહ્યો. શું આવી માનસિકતા ફિલ્મો જોઈને આવતી હોય છે ? શું આવી માનસિકતા વ્યક્તિમાં આવ્યા બાદ વ્યક્તિમાં કોઈ પણ ઈમોશન્સ રહેતા જ નથી ? તો ચાલો જાણીએ આવી માનસિકતા વિશે કંઈક ખાસ:
કોને કહેવાય છે સીરીયલ કિલિંગ ?
સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ૩થી વધુ હત્યા કરે તેને ‘સીરીયલ કિલિંગ’ કહેવામાં આવે છે. સીરીયલ કીલરની હત્યા કરવાની પેટર્ન સરખી જ હોય છે પરંતુ તે પોતાની હત્યા કરવામાં થોડો સમય લે છે અને જે પણ હત્યા કરે છે ત્યાં પોલીસને પડકારવા માટે સબુત છોડે છે.
સીરીયલ કીલરના પ્રકાર
૧. હીડોનિસ્ટિક સિરિયલ કિલર
હીડોનિસ્ટિક સિરિયલ કિલર ફક્ત રોમાંચ અને ખુશીનો અનુભવ કરવા માટે કોઈની હત્યા કરે છે.
૨. મિશન ઓરિયેન્ટેડ
મિશન ઓરિયેન્ટેડ કીલારમાં બદલો લેવાની જ ભાવના હોય છે, તેથી તેઓ હત્યાને અંજામ આપે છે જેથી તેમને જ વધુ પ્રોત્સાહન મળે
૩. વિઝનરી
વિઝનરી કીલર મનોવિકૃતિનો શિકાર હોય છે. આ પ્રકારની માનસિકતા ધરાવનાર વ્યક્તિ પોતાના જ વિચારને યોગ્ય માને છે.
૪. સત્તાની લાલસાથી
આ હત્યા કરે છે, તે પીડિત પર જીત મેળવીને સંતોષ મેળવે છે
રાજકોટનો સ્ટોન કીલર જે પથ્થર ઝીંકીને કરતો હત્યા
રાજકોટમાં ટૂંકા સમયમાં જ ત્રણ વ્યક્તિઓને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારવાની સનસનીખેજ ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવનાર સ્ટોન ક્લિર હિતેશ ઉર્ફે બાડાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. સ્ટોન ક્લિર હિતેશ ઉર્ફે બાડાએ 2016માં પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારતો હતો. લોકો મોડીરાતે ઘરની બહાર નીકળવામાં રીતસર ડર અનુભવી રહ્યા હતા. હિતેશ ઉર્ફે બાડા રામાવતે 20 એપ્રિલ 2016માં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં સાગર મેવાડા, 23 મે 2016ના રોજ મુંઝકા પાસે રિક્ષા ચાલક પ્રવિણભાઇની હત્યા કર્યાની, 2 જુન 2016ના રોજ ગીરનાર સોસાયટીના વલ્લભભાઇ રંગાણીની હત્યા અને 26 મે 2016માં એક યુવાન પર ખૂની હુમલો કર્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો.
સીરીયલ કીલરની અલગ પેટન્ટ
તિહાર જેલની સામે સીરિયલ કિલર ચંદ્રકાંત ઝા પોતે દરેક હત્યા પછી જાણી જોઈને પુરાવા છોડી દેતો હતો અને લાશના ટુકડા સાથે દિલ્હી પોલીસને પડકાર આપતો હતો, જો તમે તેને પકડી શકો તો પકડી બતાવો. દિલ્હી પોલીસે આ ક્રેઝી સિરિયલ કિલરને પકડ્યો ત્યાં સુધીમાં તેણે એક પછી એક 7 હત્યાઓને અંજામ આપ્યો હતો.
વિશ્વનો સૌથી નાની વયનો સીરીયલ કીલર
બિહારના મુંગેરમાં રહેતો અમરજીત સાડા કોઈ બદમાશથી ઓછો નહોતો. તેણે માત્ર આઠ વર્ષની ઉંમરે ત્રણ હત્યા ઓ કરી હતી. આ તમામ હત્યાઓ એટલી જબરદસ્ત રીતે કરવામાં આવી હતી કે જેને જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય. તેના બે સંબંધીઓ અમરજીત સાડાએ પોતાનો નિશાન બનાવ્યા હતા. આમાં એક છ વર્ષની બાળકી હતી અને એક તેની પોતાની આઠ મહિનાની બહેન હતી. આ બે સિવાય તેણે તેના પાડોશીની છ મહિનાની પુત્રીની પણ હત્યા કરી હતી. ખુશ્બુ તેની સૌથી નાની શિકાર હતી. એક અહેવાલ મુજબ તેને મર્ડરમાં થતી પીડા જોવાની આવતી મજા હતી.
યુવતી મૃત્યુ પામી છતાં તેની સાથે કર્યા લગ્ન
સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુવક તેની મૃત પ્રેમિકા સાથે લગ્નની રસ્મો નિભાવતો જોવા મળ્યો. જેમાં તે પ્રેમિકાની માંગ ભરતો અને પછી તેને માળા પહેરાવતો જોવા મળી રહ્યો છે. લગ્નની રસ્મોને મોબાઈલ ફોનમાં રેકોર્ડ પણ કરવામાં આવી. પ્રેમીએ તેની પ્રેમિકાના મૃતદેહ સામે ફરીથી લગ્ન ન કરવાનું વચન પણ આપ્યું. આ યુવકની ઓળખ બિટુપન તમુલી તરીકે થઈ છે. જે યુવતીના ગાલ અને માથે એ જ રીતે સિંદૂર લગાવતો જોવા મળે છે જે
સીરીયલ કિલિંગ મીડિયાના આકર્ષણનું કેન્દ્ર કે પછી નથી વિકૃત માનસિકતા
ઘણા કિસ્સાઓમાં એવું સાંભળ્યું જ હશે કે તેની એવી માનસિકતા થઇ જતી હોય છે જેનાથી તે આવી પ્રવૃત્તિ કરવા પ્રેરાઈ છે. શું આ મીડિયાનું આકર્ષણ કે પછી સબંધોને ખોવાથી નથી ડરતા આ સીરીયલ કીલર ? ઘણી વખત આ સિરિયલ કિલરો એવા ગુનાઓ પણ કરે છે, જેથી તેઓ લોકોનું અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી શકે. તેઓ જાણે છે કે સામૂહિક હત્યાને કારણે દરેકનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થશે અને એ તેમને ખૂન કરવા માટે પ્રેરિત કરે છે