- રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડના સમર્થનમાં વોર્ડ નં.4માં મહિલા સંમેલન યોજાયું
- ઉદયભાઈ કાનગડે ઉપલા કાંઠાને વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ રહેવાની આપી ખાતરી
રાજકોટ પૂર્વ વિધાનસભા-68 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડના સમર્થનમાં વોર્ડ નં. 4માં મહિલા સંમેલન યોજાયું હતું. આ મહિલા સંમેલનને સંબોધન કરતા રાજકોટ શહેર મહિલા મોરચાના પૂર્વ પ્રભારી અંજલીબેન રુપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓમાં આર્થિક સ્વરોજગાર, સુરક્ષા, આરોગ્ય વિષયક યોજનાઓનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડે પણ મહિલા ઉત્કર્ષની જુદી-જુદી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. તેમણે આ વિસ્તારના લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. આ મહિલા સંમેલનમાં વોર્ડ નં. 4ના પ્રભારી દિપકભાઈ કુંગાશિયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, હીનાબેન રાવલ, જયશ્રીબેન, રાજશ્રીબેન, ઉષાબેન, મનીષાબેન, સોનલબેન, સી.ટી. પટેલ, રસિક પટેલ, અશોકભાઈ, કાનાભાઈ, દિનેશભાઈ, સંગઠનના હોદેદારો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
- ઉદય કાનગડને સૌથી વધુ લીડ અમારા વોર્ડમાંથી મળશે: વોર્ડ નં.16ના મતદારોનું અભય વચન
- વોર્ડ નં.16માં પદયાત્રા-લોકસંપર્કમાં ઉદય કાનગડ સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વિધાનસભાના ઇન્ચાર્જ કિશોર રાઠોડ સહિત ભાજપના અગ્રણીઓ જોડાયા
રાજકોટ પૂર્વ વિધાનસભા-68 પરથી ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે અને જે વિસ્તારમાં તેઓ જઈ રહ્યા છે ત્યાં તેઓને લોકોનો અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. ભાજપ ઉમેદવાર ઉદય7કાનગડ વોર્ડ નં. 16ના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા-લોકસંપર્ક કરીને મતદારોને ડોર ટુ ડોર મળ્યા હતા. આ પદયાત્રા વોર્ડ નં. 16ના કેદારનાથ સોસાયટી, સંત ભોજલરામ સોસાયટી, જુનું સર્વોદય સોસાયટી, મારુતિનગર, પૂજાપાર્ક, દિપ્તીનગર, સીતારામ સોસાયટી, મણિનગર, અરવિંદ મણીયાર હાઉસીંગ સોસાયટી વિગેરે વિસ્તારોમાં યોજવામાં આવી હતી. લોકસંપર્ક દરમિયાન ઉદયભાઈને કાનગડને સમાજના વિવિધ વર્ગોના લોકો હર્ષભેર આવકારી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદયભાઈ કાનગડ સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વિધાનસભાના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ડવ, અશ્વિનભાઈ મોલીયા, વોર્ડના હોદેદારો ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, રત્નાભાઈ મોચી, નીતા રાવલ, હસુભાઈ કાચા, ચાંદની ગોંડલીયા, કાનાભાઈ રાજપુત, રમેશભાઈ ઉંધાડ, જે.ડી. ડાંગર, બાબુભાઈ મકવાણા, રમેશ પટેલ, ભરતભાઈ કુબાવત, દલસુખભાઈ જાગાણી, આગેવાનો, કાર્યકરો વિગેરે જોડાયા હતાં.