પૂર્વ રાજદૂત અને ડિફેન્સ સ્ટડીઝના ડાયરેક્ટર જનરલ સુજન ચિનોય અને આર્મર્ડ કોર્પ્સના ડિરેક્ટર કે.એસ.બ્રાર ખાસ ઉપસ્થિતિ
રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે 24 નવેમ્બર, 2022ના રોજ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55ના અનાવરણને બંધુત્વના પ્રતિક રૂપે હંમેશા ખૂબ જ ગર્વ સાથે યાદ રાખશે. રાજદૂત સુજન ચિનોય (ભૂતપૂર્વ વિદ્યાર્થી 1965-74), મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી છે. 1981-2018 સુધી કારકીર્દી રાજદ્વારી તરીકે ફરજ બજાવતા રાજદૂત સુજાન ચિનોય જાપાન અને મેક્સિકોમાં ભારતના રાજદૂત તથા બેલિઝ અને રિપબ્લીક ઓફ ધ માર્શલ આઇલેન્ડસમાં ભારતના હાઇ કમિશનર હતા.
તેમના પિતા રોમેશચંદ્ર ચિનોય વરિષ્ઠ આઇપીએસ અધિકારી હતા, જેમણે 1952માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે રાજકોટમાં ફરજ બજાવી છે. માતા શ્રીમતી ઉષા ચિનોય એક શિક્ષક, સંગીતકાર, એઆઇઆર/ડીડી કલાકાર અને સામાજિક કાર્યકર હતા, જેમણે 1964-74 સુધી રાજકુમાર કોલેજમાં ભણાવ્યું હતું અને 1960ના દાયકાના મધ્યમાં આરકેસીમાં આર્ટ્સ, ક્રાફ્ટ એન્ડ મ્યુઝિક વિભાગની સ્થાપના પણ કરી હતી.આર્મર્ડ કોર્પ્સના ડિરેક્ટર જનરલ એવીએસએમ લેફ્ટનન્ટ જનરલ કે.એસ.બ્રાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી છે. ટ્રસ્ટી મંડળ પ્રમુખ રાજકોટના એચ.એચ.ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, ટ્રસ્ટી મંડળ- ભાવનગરના એચ.એચ.મહારાજા રાઓલ વિજયરાજસિંહજી, લીંબડીના એચ.એચ.ઠાકોર સાહેબ જયદિપસિંહજી, ધ્રોલના એચ. એચ. ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, ચુડાના ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી અને મુળીના ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, સંસ્થાપક પરિવારોના સભ્યો, આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શુભેચ્છકો તેમજ મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ અને શહેરની અન્ય પ્રસિધ્ધ હસ્તીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.ભારતીય સેના અને રાજદૂત સુજાન આર. ચિનોય (ભૂતપૂર્વ વિદ્યાર્થી 1965-74), મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલના આભારી છીએ કે જેમણે અમને સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હીના ડિરેક્ટોરેટ ઓફ ઓર્ડનન્સ દ્વારા સેન્ટ્રલ આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ ડેપો (સીએએફવીડી) કિર્કી, પુણે પાસેથી યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 શાળા પરિસરમાં પ્રદર્શન માટે ખરીદવામાં જેણે અમને મદદ કરી છે. આ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 આપણને પાછલા યુધ્ધો અને લડાઇઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદુરીભર્યા બલિદાનની યાદ અપાવશે. જેઓ સંરક્ષણ સેવાઓમાં જોડાયા છે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 1914-1918 દરમિયાન મહાન યુધ્ધમાં પણ સેવાઓ આપી છે. આર.કે.સી.ના તમામ શહીદોને પણ યાદ કરીએ જેમણે યુધ્ધ સમયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આપણા વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે, આર.કે.સી. તેના વિદ્યાર્થીઓને એનસીસીનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. ગુજરાતમાં અમારી એક માત્ર સ્કૂલ છે. જેના એનસીસી 3 પાંખો આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.
સમારોહ બાદ રાજકોટની રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ત્રણેય પાંખોના એનસીસી કેડેટ્સ દ્વારા ડ્રિલ, બેન્ડ પ્રેઝન્ટેશન, ઇનામ વિતરણ અને નૃત્ય સંગીતમય “આઝાદી કા અમૃત મહોત્સવ” જેવા અનેક કાર્યક્રમો યોજાશે. “આઝાદી કા અમૃત મહોત્સવ” સંગીતમય નૃત્ય નિર્દેશન સુમિત નાગદેવે કર્યું છે. સુમિત નાગદેવ મુંબઇ ખાતેની ભારતની અગ્રણી ક્ધટેમ્પરરી ડાન્સ એકેડેમીના ડાન્સ આર્ટ્સના કલાત્મક નિર્દેશક અને સ્થાપક છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” ભારતની એક બહુપરિમાણીય યાત્રાની વાર્તા છે. જેમાં ભારતનો આગવો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો અને 21મી સદીની ઉત્ક્રાન્તિનો સમાવેશ થાય છે. વડાપ્રધાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત 15મી ઓગષ્ટ, 2022ના રોજ કરી છે. જે સ્વતંત્રતાના 75 વર્ષ અને તેના લોકોના ગૌરવપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિધ્ધિઓની ઉજવણી કરે છે. આર.કે.સીનું વિશેષ પારંપારિક આકર્ષક ટોર્ચ લાઇટ એક્સરસાઇઝ તો ખરી જ, જે લગભગ 165 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. આચાર્ય, ચાકો થોમસ, કોર ટીમના સભ્યો, કેયુરી ગોહીલ, મીનુ પાલા, ડો.સુભેશ ઉપાધ્યાય, મહેન્દ્રસિંહ ચૌહાણ, સંદીપ દેશમુખ, પદમ બહાદુર ગુરૂંગ અને તમામ સ્ટાફના સભ્યોના સક્ષમ માર્ગદર્શન કાર્યક્રમને નવાજવામાં આવશે.