‘કાકા-કાકી, મામા-મામી, માસા-માસી મતદાન અચૂક કરજો’
મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યાં છે સર્વોદય સ્કુલ દ્વારા પણ મતદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ ધો. પાંચથી 12ના વિદ્યાર્થીઓએ પોતાના સગા-સંબંધીઓને પત્ર લખ્યા અને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
સર્વોદયનાં સર્વોદય સ્કૂલ એન્ડ કોલેજીસ દ્વારા વિવિધ સામાજિક તેમજ રાષ્ટ્રીયભાવ સાથેની સાર્થક પ્રવૃતિ કરાવવામાં આવે છે , હાલમાં ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીનું આયોજન હોવાથી ‘ અવસર લોકશાહીનો ’ અભિયાન સંદર્ભે સંસ્થા દ્વારા મતદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો . દરેક નાગરિક નૈતિક જવાબદારીનાં ભાગરૂપે પોતાનાં મતદાનના અધિકારનો ઉપયોગ કરી સાચા અર્થમાં રાષ્ટ્રભાવ દર્શાવે તેઓ ઉમદા હેતુ આ મતદાન જનજાગૃતિ કાર્યક્રમનો રહયો છે .
આગામી સમયમાં ચૂંટણીનાં પર્વને સાર્થક કરવા સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા પ્રેરણાથી સર્વોદય સ્કૂલનાં તમામ વિભાગોમાં વિદ્યાર્થીઓને લોકશાહી અને મતદાનનું સાચું મહત્વ સમજાવવામાં આવ્યું હતું . તેમજ ધો . 5 થી 12 નાં વિદ્યાર્થીઓએ પોતાનાં સગા – સંબંધીઓને પત્ર લખી અચૂક મતદાન કરવા માટે વિનંતી કરી હતી . આ રાષ્ટ્રીયભાવનાં કાર્યમાં આશરે 6000 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી જોડાયા હતા. 1500 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનાં માતા – પિતા તેમજ પરિવારના સભ્યો પાસે મતદાન કરવા અંગે સંકલ્પ પત્ર ભરાવ્યા હતા.
શાળાનાં શિક્ષકો દ્વારા વાલી ઓ સાથે ટેલિફોનિક સંવાદ સાધીને મતદાન કરવાં અંગે જનજાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો . રાષ્ટ્રનું ભવિષ્ય એવા કોલેજનાં 750 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવ સાથે અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી . સર્વોદય સંસ્થાનાં શિક્ષણ વિચારમાં રાષ્ટ્રધર્મ એ જ શ્રેષ્ઠધર્મનો સંકલ્પ રહયો છે .