ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ગઢડા અને જૂનાગઢમાં, ગૃહમંત્રી અમિત શાહની જસદણ અને પાટડી, રૂપાલાની કેશોદ, નેસડી અને ધારીમાં અને યોગી આદિત્યનાથજીની દ્વારકા, રાપર અને હળવદમાં ચૂંટણી સભાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આજે ગઢડાના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે, જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી જયારે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના હોદેદારો સાથે ચૂંટણી સમીક્ષા બેઠક યોજવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ ખાતે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે અને સુરત જિલ્લાના બારડોલી ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા આજે કેશાદેના માંગરોળ રોડ પર આવેલ પ્રવિણ ભાઈ ભાલાલા ની વાડી ખાતે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામ ખાતે અને અમરેલીના ધારી ગામ ખાતે ચૂંટણી સભાઓ સંબોધી હતી. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન દ્વારીકાધીશના દર્શન કર્યા બાદ સતવારા સમાજની વાડી ખાતે એક ચૂંટણી સભા સંબોધી હતી. તેઓએ બપોરે રાપરના પ્રાગપર રિંગરોડ પર કિકેટ ગ્રાઉન્ડ ખાતે અને મોરબી જિલ્લાના હલવદ ખાતે ધ્રાંગધ્રા માળીયા હાઈવે પર ચૂંટણી સભા સંબોધી હતી. તેઓ આજે સુરત ઉતર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પણ ચૂંટણીસભા ગજવશે. આઉપરાંત સાંસદ મનોજ તિવારી પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ રાત્રે અમદાવાદ ખાતે અલગ અલગ બે વિસ્તારોમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપ દ્વારા બીજા તબકકાનાં મતદાનમાં પાંચ ડિસેમ્બરના રોજ જે 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે તે તમામ બેઠકો પર કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત રાષ્ટ્રીય અને રાજયના નેતાઓની ચૂંટણી સભા રેલી યોજવામાં આવી હતી. હવે મતદાનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારમાં વધુવેગ આવશે ભાજપે રાષ્ટ્રીય સંગઠન કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરતામાં ઉતારી દીધી છે.