દરેક ક્ષેત્રે ગુજરાતમાં વિકાસના નવા સોપાનો શરૂ થયાં
ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકારો સાથેની વાત ચિતમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો અને આગામી સમયમાં ભારતીય જનતા પક્ષે વિકાસના હાથ ધરેલા આયામો વિશે મુકત મને ચર્ચાઓ કરી હતી. રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની શાન સમા નિર્માણ પામેલ સુવિધા સજ્જ કમલમ ખાતે પ્રથમવાર પત્રકાર પરિષદ યોજાય હતી.
ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકારો સાથેની વાત ચિતમાં ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં રાજકોટનું મુખ્ય મહત્વ સવિશેષ છે કારણ કે, આ રાજકોટની એ ભૂમિ છે કે જ્યાંથી ભારતીય જનતા પક્ષની કાર્ય કારિણી શરૂ થઈ હતી એટલુજ નહિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ રાજકોટ માંથી જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.ધારાસભ્યની બેઠક તેમણે રાજકોટ પસંદ કરીને પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા છે. આ રાજકોટ એ રાજ્ય અને દેશને ઘણા રાજકીય આગેવાનો આપ્યાં છે. આમ રાજકોટ એ ગુજરાતની ચૂંટણીમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
દેશ અને રાજ્યને ઘણું આપનાર રાજકોટ અને રાજકોટ વાસીઓ આગામી ચૂંટણીમાં ચારે ચાર વિધાનસભાની બેઠકો પર ભવ્ય લીડ આપી વિજયી બનાવશે એવી મને શ્રદ્ધા છે. ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકારો સાથેની વાત ચિતમાં વધુમાં જણાવ્યું હતું કે,વિકાસના નવા સોપાન ગુજરાતમાં થઈ રહ્યા છે. આ વિકાસ કાર્યોમાં પણ રાજકોટનું મુખ્ય મહત્વ છે. રાજકોટ ખાતે સભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને સરકાર પર કરેલા પ્રહાર પર સુધાનશું ત્રિવેદીએ વળતા જવાબો આપ્યા હતા.
આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનો વિકલ્પ કોઈ પક્ષ બની શકે નહિ. મોરબી પુલ દુર્ઘટના અને જીએસટી પર ના આકરા પ્રહાર પર તેમણે વળતા જવાબ આપ્યા હતા. ગુજરાતની જનતા મોટા જનાદેશથી ચૂંટણીમાં ભાજપને જીતાડશે એમાં પણ રાજકોટની જનતા અગ્રેસર હશે તેમ સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું.