આઈએમએફના તાજેતરના વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નોટબંધીને કારણે આર્થિક ગિતિવિધિઓમાં સુસ્તી આવી અને જુલાઈમાં દેશભરમાં લાગુ કરવામાં આવેલા જીએસટીને કારણે ઈકોનોમીમાં અનિશ્ચિતતાનો માહોલ પેદા થયો છે.
આઈએમએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલા આવેલા રિપોર્ટમાં 2017માં વિકાસદરના મામલે ચીનને ભારતથી આગળ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ 2018માં ભારત ફરીથી વિશ્વની સૌથી ઝડપથી આગળ વધારનારી ઈકોનોમી તરીકેનો દરજ્જો પાછો મેળવશે. 2018માં ચીનનો વિકાસદર 6.5 ટકા અને ભારતનો વિકાસદર 7.4 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો 2022માં ભારતનો વિકાસદર 8.2 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.