- અમદાવાદની એક કંપની દ્વારા BISના અધિકારી સાથે કથિત સાંઠગાંઠ
- અધિકારીના પર્સનલ નંબર ઉપર અમદાવાદની કંપની સાથે કોલ
ગુજરાત સરકારે હાલમાં ખેડૂતો માટે જે ઝટકા મશીન ઉપર સબસીડી યોજના જાહેર કરી છે તેમાં આઈએસઆઈ માર્કને લઈને વિવાદ સર્જાયો છે. સરકારે ઠરાવમાં દર્શાવેલ છે કે ઝટકા મશીન (એનર્જાઇઝર) અને બેટરી બંને ઉપર આઈએસઆઈ માર્ક હોવો જોઈએ. પરંતુ કોઈપણ કંપનીની આઈએસઆઈ માર્ક વાળી બેટરી ઉપલબ્ધ ન હોવાથી સબસીડી અંતર્ગત સંપૂર્ણ કીટનું વેચાણ થઇ શકે તેમ નથી. માત્ર એનર્જાઇઝર ઉપર આઈએસઆઈ માર્ક હોય તે પણ ન ચાલે. તેથી ઠરાવમાં સુધારો જરૂરી બન્યો છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઝટકા મશીન બનાવતી અમદાવાદ સ્થિત એક કંપની સબસીડીની સંપૂર્ણ યોજનાનો નિર્ણય માત્ર પોતાની એક જ કંપનીની તરફેણમાં લેવાય તે માટે હવાતિયા નાખી રહી છે. જે અંતર્ગત બીઆઇએસ ઓફિસના એક અધિકારીને આગળ ધરીને સબસીડી બાબતે જે સમાચારો ફેલાવવામાં આવ્યા હોવાની શંકા ઉપજી રહી છે.
હકીકતમાં બીઆઇએસના અધિકારીને ખેડૂતોની સબસીડી સાથે કોઈ પ્રકારની નિસ્બત હોતી નથી અને આ બાબત તેમના કાર્યક્ષેત્રની બહાર છે, છતાં ઝટકા મશીનની સબસીડી બાબતે તેમના નામથી શા માટે ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે.આ અંગે પ્રેસ કોન્ફરન્સ બીઆઇએસની સરકારી ઓફિસમાં શા માટે યોજવામાં આવી હતી તે બાબત લોકચર્ચાનો વિષય બની છે.
આંતરિક સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ બીઆઇએસના કથિત ભ્રષ્ટ અધિકારી અને પેલી કંપની વચ્ચે છેલ્લા ઘણાં સમયથી પર્સનલ ફોનમાં વાર્તાલાપ ચાલુ હતો અને તાજેતરમાં બીઆઇએસ દ્વારા ઝટકા મશીન ઉત્પાદકો ઉપર જે રેડ પાડવામાં આવી હતી તે બાબતે પણ પેલી કંપની અને બીઆઇએસના તે અધિકારી સતત સંપર્કમાં હતા.
આ અંગે તપાસ કરતા મળેલા અહેવાલ મુજબ, ઝટકા મશીન ઉપર આઈએસઆઈ માર્ક લગાવવા માટેનું લાયસન્સ લેવું એ બીઆઇએસના નિયમ મુજબ ફરજિયાત/મેન્ડેટરી નથી, તેમ છતાં અન્ય કોઈ ઉત્પાદક દ્વારા આઈએસઆઈનું લાયસન્સ લેવા માટે બીઆઇએસના ઉપરોક્ત અધિકારી પાસે લેબોરેટરીમાં ક્યાં પ્રકારના સાધનો વસાવવા તેની માહિતી માંગવામાં આવે ત્યારે તેઓ તેની માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દે છે અને પહેલા સાધનો વસાવો પછી તેને જોઇને નક્કી કરીશું એવા જવાબ આપે છે. લાખો રૂપિયાના સાધનો માહિતી વગર વસાવવાનું જોખમ કોણ કરે?
વધુ ને વધુ ઉત્પાદકો બીઆઇએસ સાથે જોડાય તે માટે સરકાર ભારે પ્રયત્નો કરી રહી છે ત્યારે બીઆઇએસના અમુક અધિકારીઓ દ્વારા
લાયસન્સ લેવા માટે તે અધિકારી પાસે લેબોરેટરીમાં ક્યાં પ્રકારના સાધનો વસાવવા તેની માહિતી માંગવામાં આવે ત્યારે તેઓ તેની માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દે છે અને પહેલા સાધનો વસાવો પછી તેને જોઇને નક્કી કરીશું એવા જવાબ આપે છે. લાખો રૂપિયાના સાધનો માહિતી વગર વસાવવાનું જોખમ કોણ કરે?
વધુ ઉત્પાદકો બીએસઆઈ સાથે જોડાય તે માટે સરકાર ભારે પ્રયત્નો કરી રહી છે ત્યારે અમુક અધિકારીઓ દ્વારા સંપૂર્ણ નિરસતા દાખવવામાં આવી રહી છે ત્યારે આવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગતિવિધિ ચાલુ હોવાની આંતરિક સુત્રોમાંથી બાતમી મળેલી છે.
વળી, જે કંપની આ ખેલ કરાવી રહી છે તેમના કાળા ઈતિહાસ બાબતે પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે. હરિફ વેપારીઓમાં દહેશત ફેલાવવી, રેડ પડાવવી, સરકારી અધિકારીઓમાં ભ્રષ્ટાચાર ફેલાવવો વગેરે બાબતો માટે તે કંપની કુખ્યાત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.