રાજકોટ – વાગડીયા માળીયા દહિસરા, નવલખી રેલવેના વિદ્યુતીકરણની ટ્રાયલ ટ્રીપો શરૂ
દેશભરમાં રેલવેનું 100 ટકા વિદ્યુતકરણ ના લક્ષ્યને પહોચી વળવા યુઘ્ધના ધોરણે કામ ચાલુ છે.રાજકોટ ડીવીઝનના 156 કી.મી.ના રાજકોટ વાગડીયા, માળીયા મીયાણા, દહીસરા, નવલખી રૂટના 156 કી.મી. રેલવેના સંંપૂર્ણ વિજળીકરણનું કામ પુરુ થયું છે.
આ રૂટ પર ટ્રેનો શરુ કરતા પૂર્વે નિયમ મુજબ ઇન્સ્પેકશન અને ટ્રાયલ બેજ પર પેસેન્જર ગુડ ટ્રેનોનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે. હવે ટુંક સમયમાં 156 કી.મી. ના રૂટ પર ઝડપી ઇલેકટ્રીક પેસેન્જર ટ્રેનો દોડશે. આ વિદ્યુતીકરણથી યાત્રાધામ દ્વારકાને ઇલેકટ્રીક ટ્રેનો મળશે.