ગુસ્સો અને તણાવએ કોઈપણ વ્યક્તિના જીવન માટે હાનિકારક છે પરંતુ ઘણીવાર એવું બને છે કે નાની નાની સમસ્યાઓના કારણે તમારો મૂળ બગડી જાય છે તમારા આ પ્રકારનો વર્તનનું કારણ તમારા આસપાસનું વાતાવરણ હોઈ શકે છે.
નાની નાની બાબતમાં મૂડ ખરાબ થવાથી તમે તમારા પરિવાર જીવનસાથી અને મિત્રોથી દૂર થઈ શકો છો ઘણા વ્યક્તિને ખરાબ મુંડના ઘણા લક્ષણો હોય છે પરંતુ તેઓ આ વિશે ફક્ત વિચારે છે અને કોઈ સોલ્યુશન પર નથી આવતા…
ખરાબ મૂળના લક્ષણો આ મુજબ હોઈ શકે
કોઈ કામ કરવાનું મન ન થાય
ઓફિસ જવાનું મન ન થવું
એકલા રહેવું જ ગમવું
એકાંતમાં બિનજરૂરી રડવાનું મન થવું
જો સમસ્યા વધારે હોય તો આત્મહત્યાના વિચાર આવવા
એકલાપણું મહેસુસ થવું
ડિપ્રેશન અને માનસિક તાણ અનુભવવું
આ બધા લક્ષણો તમારા જીવન માટે ખૂબ જ હાનિકારક બની જાય છે તો આવી સમસ્યાને ટાળવા માટે સરળ ઉપાયો થી રાહત મેળવી શકો છો
૧ સારો ખોરાક લેવો
જો તમે જંક ફૂડ ખાવ છો અને ખૂબ જ આથા વાળું અથવા તો બેકરી પ્રોડક્ટસ વધારે ખાઓ છો તો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને સાથે સાથે મન પર પણ અસર પડે છે. સારા સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે ડ્રાયફ્રૂટ્સ માછલી અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. જેમાં ખાસ કરીને સાલમોન અને અખરોટનું વધારે સેવન કરવું જોઈએ, કેળા અને માછલી ખાવી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે
૨. દારૂનું સેવન ન કરવું
જ્યારે મૂડ ખરાબ હોય છે ત્યારે તેઓ તાણ અનુભવે છે અને જેને દૂર કરવા માટે દારૂનું સેવન કરે છે પરંતુ દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે આ સ્થિતિમાં દારૂએ કોઈ ઉપાય નહીં પરંતુ તેની ખોટી અસર થઈ શકે છે
૩. યોગ અને ધ્યાન શિબીર
જ્યારે તમે તાણ અનુભવો છો અને તમારું મૂડ નાની નાની બાબતોમાં ખરાબ થઈ જાય છે તો તમારે તેને સુધારવા માટે યોગ કરવા જોઈએ. યોગ શરીર અને સ્વાસ્થ્ય સાથે મનને પણ ખૂબ શાંતિ આપે છે સાથે જ આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ધ્યાન અને યોગ માટેની શિબિરો કરવામાં આવે છે જેમાં તમે ભાગ લઈ અને તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારી શકો છો
૪. મોટીવેશનલ વિડીયો અને સ્પીચ સાંભળો
આજકાલ ડિજિટલ યુગનો જમાનો છે ત્યારે માણસો વાંચવા કરતા સાંભળવા અને વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે ત્યારે જો તમને તમારો જુસ્સો ઓછો લાગતો હોય અને તમે નાની મોટી વાતોમાં પરેશાન થઈ જતા હોય તો તમે મોટીવેશનલ સ્પીચ અને વિડીયો જોઈ શકો છો જેના કારણે તમને નવું જોમ જુસ્સો અને આશાઓ પ્રાપ્ત થશે જેથી તમે એનર્જીથી ભર્યા રહેશો.
૫. તમારી ફેવરિટ જગ્યાએ ફરવા જાઓ
જ્યારે તમારો મૂડ ખરાબ હોય તમે નાની નાની વાતમાં પરેશાન થઈ જતા હોય ત્યારે તમારે તમારા કામમાંથી રજા લઈને અને થોડો બ્રેક લેવો જરૂરી છે, આ બ્રેકમાં જ્યાં તમને સૌથી વધારે મજા આવતી હોય તેવી નજીકની જગ્યા ઉપર જઈ અને થોડો સમય પસાર કરવો જોઈએ જેનાથી તમે તમારો મૂડ અને માનસિક સ્વાસ્થ્યને ખુબ સરસ રીતે સુધારી શકો છો.