“ એક દિવસ આપનો દેશ પણ મહાસતા પર હતો “ એ ઐતિહાસિક સમય ભારત માટે સોનાના દિવસો હતા. એ સમયે ભારત એક જ એવો દેશ હતો.જ્યાં બધી જ પ્રકારની સમૃદ્ધતા હતી. તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર જેવા મરી મસાલા,મખમલનું કાપડ, હીરા ઝવેરાત વગેરેની એટલી માંગ હતી કે ભારત સૌથી સમૃદ્ધ દેશ ગણાતો હતો.
અંગ્રેજોની પહેલા જયારે ભારતમાં મુસ્લિમ આવ્યા ત્યારથી ભારત મસાલાની માર્કેટમાં સૌથી મોટો નિકાસ કરતો દેશ હતો. દુનિયાની કુલ કમાણીમાં ભારતનો હિસ્સો ૨૭ ટકાનો હતો.ભારતની વસ્તુઓની આટલી મોટી માંગ જોઈ અંગ્રેજો પણ ભારતમાં આવી વ્યાપાર કરવા લાગ્યા અને ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ વધારવા લાગ્યા.કાચો માલ વિદેશ લઇ જઈ નવો માલ બનાવી ભારતમાં આવી વહેચવા લાગ્યા.
ધીમે ધીમે અંગ્રેજો,યુરોપિયન પ્રજા,ડચ,પોર્ટુગીઝો વગેરે લોકો ભારત આવ્યા અને ભારતને ગુલામ બનાવા લાગ્યા. જયારે આપણા ભારત દેશનાં રાજાઓ એકબીજા સાથે અંદરો અંદર લડાઈમાં મસ્ત હતાં.એ સમયમાં અંગ્રેજોની નીતિ ભારત પર વધુ કારગર સાબિત થવા લાગી.
ભારત કહેવાતું તો સોને કી ચીડિયા પણ અંગ્રેજો ભારત પર ટેક્સ નાખવા લાગ્યા. જેથી બજાર નબળી પડતા ભારતનું અર્થતંત્ર ખોરવાયુ.અંગ્રેજોએ સૌથી પહેલો કાનૂન બનાવ્યો “ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી એક્ટ ” અને એ ટેક્ષ ૩૫૦ ટકા જેટલો એટલે કે ૧૦૦ રૂ.નાં ઉત્પાદનમાં રૂ.૩૫૦ ટેક્ષ ભરવો પડતો.પછી જ માલ સામાનની હેરફેર અન્ય દેશ સાથે થઇ શકતી.
અંગ્રેજોને આટલો ટેક્ષ નાખ્યા બાદ પણ શાંતિ ન થતા વેચેલ માલ પર “ સેલ ટેક્ષ ” નાખવામાં આવ્યો. જે ટેક્ષ ૧૨૦ ટકા જેટલો હતો. મતલબ ૧૦૦ રૂ.નાં વેચાણ પર ૧૨૦ રૂ. CST ભરવું પડતું. ભારતની વસ્તુઓ વિદેશ મોકલવા કે લાવવા ટેક્સ ભરવો પડતો અને આ ટેક્સ તૈયાર કરેલ માલની કીમત કરતા ૩ થી ૪ ગણો હતો.જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન રૂ.100 થયું છે તો તેના પર ટેક્ષ રૂ.200-૩૦૦ ભરવો પડતો.જે ટેક્ષ ભારતને પરવડે તેમ ન હતો.આટલા મોટા ટેક્ષના પ્રમાણના કારણે ભારતની સોનાની ચીડિયા ઉડી ગઈ.ભારતનું અર્થતંત્ર ખોરવાવા લાગ્યું અને અંગ્રેજો ભારતને ધીમે ધીમે ગુલામ બનાવા લાગ્યા.