- લોકોનું જીવન ધોરણ, સોસાયટીમાં વસવાટ કરવાનું ચલણ સારા વિસ્તારમાં રહેવાની ઈચ્છા સહિતના અનેક પરિબળોથી ભાવ વધ્યા
- અમદાવાદમાં રહેણાંક પ્રોજેક્ટોના ભાવ પ્રતિ વર્ષ 11 ટકાનો વધારો નોંધાયો
ગુજરાતમાં રહેણાંક પ્રોજેક્ટોના ભાવ પ્રતિ વર્ષ વધી રહ્યા છે ત્યારે મહાનગરોની વાત કરવામાં આવે તો રાજકોટ અને અમદાવાદમાં 10 થી લઈ 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ તકે બિલ્ડરોનું માનવું છે કે, હાલ લોકોનું જીવન ધોરણ ની સાથે અનેક પરિબળોમાં ખૂબ મોટા બદલાવો આવ્યા છે અને તેના કારણે તમામ રહેણાંક પ્રોજેક્ટના મકાનોમાં અધધ ભાવ વધારો નોંધાયો છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો 18 થી 20 ટકાનો પ્રતિવર્ષ ભાવમાં ઉછાળો આવી રહ્યો છે અને લોકોની જીવન શૈલી પણ બદલાય છે જે રિયલ એસ્ટેટ માટે એક સારા સમાચાર કહી શકાય.
અમદાવાદમાં રહેણાક કિંમતોમાં પ્રતિ વર્ષ 11 ટકાનો વધારે નોંધાયો છે. રહેણાક ક્ષેત્રે રિયલ એસ્ટેટમાં માંગમાં ત્રિમાસિક 1.5 ટકાનો ઘટાડો થયો હતો અને પુરવઠામાં ત્રિમાસિક ધોરણે 4 ટકાનો ઘટાડો થયો છે એવો ખુલાસો ખાનગી કંપનીએ બહાર પાડેલા રિપોર્ટમાં થયો છે. એસજી હાઇવે, બોપલ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં હાઉસિંગ માર્કેટમાં 3 બીએચકે યુનિટનું વર્ચસ્વ છે, જે કુલ માગમાં 44 ટકાનો હિસ્સો ધરાવે છે.
રેસિડેન્શિયલ સ્કીમમાં 3 બીએચકેની ડિમાન્ડ વધી છે અને ખાસ કરીને બોપલ- ઘુમા, શેલા, બોડકદેવ, ઓફ એસજી હાઇવે પર પૂછપરછ વધી છે. ચોમાસાના કારણે ડિમાન્ડ ઘટી હોવાનું અહેવાલ પરથી કહી શકાય છે. દિવાળીમાં ફરી રિયલ એસ્ટેટની સ્થિતિ સુધરે તેમ લાગે છે. આ રિપોર્ટમાં બોપલ અને એસજી હાઇવે વચ્ચેની સુવિધા વધુ હોવાથી તથા અતિ વિકસિત માળખા તથા સતત વધતી આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓથી રોજગારીની આકર્ષક તકોને કારણે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા રહેણાક માઇક્રો-બજારો તરીકે ઓળખવામાં આવ્યો છે જેના કારણે સૌથી વધુ ડિમાન્ડ આ વિસ્તારોમાં છે. આ ઉપરાંત અમદાવાદમાં મોટા ભાગની માગ પશ્ચિમ અને ઉત્તરના નોન-બજારોમાં કેન્દ્રીત છે, જેમ કે નારોલ-નરોડા રોડ, ચાંદખેડા-મોટેરા, પ્રહલાદનગર અને પાલડી-આંબાવાડી, જે માટે વિવિધ એફોર્ડેબલ રહેણાક અને વાણિજ્યિક પ્રોજેક્ટ જવાબદાર છે.
રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે, ગ્રાહકો વધતી કિંમતોથી વાકેફ હોવાથી તેઓ કિંમતમાં વધુ વધારા અગાઉ રોકાણ કરશે. રિપોર્ટમાં અમદાવાદના રહેણાક ક્ષેત્ર માટે વૃદ્ધિની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ટ્રેન્ડ પર નિષ્ણાતે કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક ખાસિયતો અને ચોમાસાની સિઝનને કારણે રહેણાકની માગ અને પુરવઠામાં ઘટાડો થયો છે. જોકે તહેવારનાં આગામી મહિનાઓને રિયલ એસ્ટેટ રોકાણ માટે પવિત્ર ગણવામાં આવે છે અને અમને માગ અને પુરવઠામાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા છે.
સૌરાષ્ટ્રના લોકોનો ઝુકાવ રાજકોટ તરફ વધ્યો : સરવાનંદભાઈ સોનવાણી
રાજકોટના ખ્યાતનામ બિલ્ડર સરવાનંદભાઈ સોનવાણીએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રના વિવિધ નાના ગામોના લોકો રાજકોટમાં સ્થાયી થવા માટે વિચાર કરી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટમાં રહેણાંક મકાનો ની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. લોકો ટુ બીએચકે ના મકાનમાં રહે છે તેમની માંગ હવે થ્રી બીએચકેના મકાન તરફની વધી છે જે સ્પષ્ટ સૂચવે છે કે હવે એક પરિવાર પૂર્ણત: ટેમીનિટી વાળા મકાનો માં રહેવાનું પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં જે જુના વિસ્તારોમાં લોકો વસવાટ કરે છે તેમનું માનવું છે કે હવે તેઓ નવા વિસ્તારો કે જ્યાં ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે વિસ્તારમાં રહેવા આવે સાચો સાથ હવે લોકો પોતાના પરિવારથી અલગ થઈ ન્યુક્લિયર પરિવારમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તો સાથ પરિવારનું જે જીવન સ્તર છે તેમાં પણ વધારો આવ્યો છે સામે તેઓએ એમ પણ જણાવ્યું
હતું કે રાજકોટના બિલ્ડરો સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરી રહ્યા છે જેથી નુકસાની નો દર ખૂબ જ નીચો અને ઓછો આવ્યો છે. વધુમાં સર્વાનંદભાઈ જણાવ્યું હતું કે, લોકો હવે સોસાયટીમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે જેથી દરેક વર્ગના લોકોને તેમની કંપની મુજબના લોકો મળતા રહે.