ડિજિટલ અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા ડિજિટલ માર્કેટિંગ ઉત્તમ પરિબળ
હાલ સરકાર ડિજિટલ અર્થ વ્યવસ્થા ને ઝડપભેર વિકસિત કરવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે ત્યારે ડિજિટલ માર્કેટિંગ એક સર્વોત્તમ પરિબળ છે જેના ઉપયોગથી વધુને વધુ સારી રીતે લોકો તેને અપનાવી શકે છે અને અર્થવ્યવસ્થાને ઝડપી વિકસિત બનાવી શકે છે. માર્કેટિંગ ની દ્રષ્ટિએ ડિજિટલ માર્કેટિંગ સૌથી સરળ અને ઓછું ખર્ચાળ છે સામે તેના જે લાભો છે તે પણ એટલા જ વધુ છે. અત્યાર સુધી માર્કેટિંગ મારફતે વિવિધ કંપનીઓ પોતાની રેવન્યુ ઊભી કરતા હતા પરંતુ હવે ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી જ દરેક કંપની પોતાની આવકને ઉભી કરે છે અને જે સૌથી સરળ રસ્તો છે સામે જે રિટર્ન રોકાણકાર ને મળવું જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે.
ડિજિટલ માર્કેટિંગ ને લોકો વધુને વધુ અપનાવે અને તેનો યોગ્ય પ્રચાર પ્રસાર કરે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને લોકોને ડિજિટલ તરફ વધુ જાગૃત કરવા પણ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે યોગ્ય ડિજિટલ માર્કેટિંગ કરવા માટે ડિજિટલ માર્કેટર બનવું ખૂબ જ જરૂરી છે. કોઈ વ્યક્તિ યોગ્ય અને સફળ ડીજીટલ માર્કેટર બને તો તેના ઘણા લાભો વ્યક્તિગત રીતે તેને મળી શકે છે ત્યારે આ સાત પરિબળો ના અનુસરણ કરવાથી ડિજિટલ માર્કેટ સફળતાપૂર્વક બની શકાય અને તેનો લાભ પણ પૂરતા પ્રમાણમાં મળી શકે.
- કોઈપણ ડેટાનું વિશ્લેષણ અને તેનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી
ડિજિટલ માર્કેટિંગમાં ડેટાનું અનેરૂ મહત્વ છે ત્યારે જે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે ડેટાને સમજી શકે અથવા તો તેનું મૂલ્ય જાણી શકે તે જ વ્યક્તિ સારી રીતે જે તે ડેટાને સારી દિશામાં ઉપયોગમાં લઈ શકે છે અને તેનાથી ડિજિટલ માર્કેટિંગ કરવું ખૂબ સરળ બની જતું હોય છે.
- ડેટાને યોગ્ય રીતે વર્ણવું જરૂરી
ડેટાને સારી રીતે સમજવાની સાથોસાથ જે તે ડેટાને સારી રીતે વર્ણવું એ પણ એટલું જ જરૂરી છે જો જે તે ક્લાઈન્ટને એટલે કે કોઈ એક પાર્ટીને યોગ્ય રીતે ડેટા અંગેની માહિતી આપવામાં આવે અને ડેટા શું કહેવા માંગે છે તેને સારી રીતે તેનું વર્ણન થઈ શકે તો ડિજિટલ માર્કેટિંગ કરવું ખૂબ સરળ બની જતું હોય છે.
- અંતે ડેટાથી આવક કઈ રીતે ઉભી કરવી એ જરૂરી
ડિજિટલ માર્કેટર માટે સૌથી જરૂરી એ છે કે એમની પાસે જે કોઈ ડેટા આવેલો હોય તેને એ રીતે ઉપયોગમાં લેવામાં આવે જેનાથી જે તે ડેટાના ઉપયોગ કરવાથી આવક ઊભી થાય જો આ કરવામાં ડિજિટલ માર્કેટર નીપૂણતા મેળવે તો ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ સરળ અને સુદ્રઢ બની શકે છે.
- ડિજિટલ માર્કેટિંગ જાણવું અનિવાર્ય
ડિજિટલ માર્કેટર માટે તલ માર્કેટિંગ ને ઓળખવું ખૂબ જ જરૂરી છે કારણ કે દિન પ્રતિદિન માર્કેટિંગ ની સિસ્ટમમાં ઘણા ફેરબદલ આવતા હોય છે ત્યારે જો ડિજિટલ માર્કેટિંગમાં નવીનીકરણને અપનાવવામાં જો કોઈ વ્યક્તિ ઊણો ઉતરે તો યોગ્ય રીતે ડિજિટલ માર્કેટિંગ શક્ય બનતું નથી માટે ડિજિટલ માર્કેટિંગને જાણવું ખૂબ જ જરૂરી છે.
- કન્ટેન્ટને ક્રેએટિવ બનાવું જરૂરી
સારા માર્કેટિંગ માટે જે કોઈ ડિજિટલ ક્ધટેન્ટ મળેલા હોય તેને આકર્ષક અને ક્રિએટિવ કેવી રીતે બનાવી શકાય એ પણ એટલું જ મહત્વનું છે માત્ર ડેટાને લોકો સુધી પહોંચાડવા એ પૂરતું નથી પરંતુ તેમાં થોડી ક્રિએટિવિટી લાવવી એટલી જ જરૂરી છે.
- ક્રેએટિવિટી લાવવા વિવિધ પ્રયોગો કરવા જરૂરી
ડેટામાં ક્રિએટિવિટી લાવવા માટે પ્રયોગો કરવા ખૂબ જરૂરી છે જે કોઈ ડિજિટલ માર્કેટિંગ કરતો વ્યક્તિ પ્રયોગો કરવાથી ડરતા હોય તે સારી રીતે ડિજિટલ માર્કેટિંગ કરી શકે નહીં માટે હવે ડિજિટલ માર્કેટરોએ ક્રિએટિવિટી લાવવા વિવિધ પ્રયોગો પણ કરવા જોઈએ.
- હંમેશા ડિજિટલ માર્કેટિંગમાં આગળ રહેવું અનિવાર્ય
ટેકનોલોજી દિન પ્રતિદિન આગળ વધી રહી છે ને કંઈક ને કંઈક નવું આવે છે ત્યારે ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોએ એક ડગલું આગળ રહેવું ખૂબ જ જરૂરી છે જો નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવવામાં માર્કેટરો પૂર્ણ ઉતરે તો માર્કેટિંગ સ્ટ્રેટેજીને ઘણી ખરી અસર પહોંચે છે અને યોગ્ય રીતે ડિજિટલ માર્કેટિંગ થઈ શકતું નથી.