અદાણી પોર્ટ ઇન્ડિયન ઓઇલ ટેન્કિંગનો 49 ટકાનો હિસ્સો ખરીદ્યો

ભારતની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. એ ભારતની સૌથી મોટી વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી દેશની અવ્વલ ક્રમની ઈન્ડિયન ઓઈલટેન્કીંગ લિમિટેડમાં 49.38 ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે કરાર કર્યો છે.

ભારત દ્વારા જે ઓઇલ રિઝર્વ હાથ ધરવામાં આવ્યું તેનાથી  ભારતને ઘણા ફાયદા પહોંચ્યા છે. બીજી તરફ કોરોનાના કપરા સમયમાં જ્યારે ક્રૂડ ઓઇલ ના ભાવ સૌથી નીચે ગગડીયા ત્યારે ભારતે ખૂબ મોટા પ્રમાણમાં ક્રૂડનો જથ્થો સંગ્રહ કર્યો હતો અને વિવિધ સ્થળો પર તેનું સ્ટોરેજ કર્યું હતું. જેથી આપાતકાલીન સમયમાં તે ક્રૂડનો ઉપયોગ કરી શકે અને આયાત ઉપરનું ભારણ પણ ઘટાડે. હાલ સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલનો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભારત હાલ સ્ટોરેજ એટલે કે સંગ્રહ શક્તિને વધુ વિકસિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે હાલના તબક્કે અદાણી પણ હવે ઓઇલ સ્ટોરેજ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી દેશના આયાત ઉપર કઈ રીતે અંકુશ લગાવી શકાય તે દિશામાં હાલ કાર્ય કરી રહ્યું છે જેના ભાગરૂપે કંપનીએ ઓલ ટેન્કિંગ સાથે કરારો કરી સ્ટોરેજ ક્ષમતા વધારી છે.

સરકારે આ પૂર્વે સ્ટ્રેટેજીક રિઝર્વ  એટલા માટે બનાવ્યા છે કે જેથી મુશ્કેલીના સમયમાં ક્રુડ ઓઇલના પુરવઠામાં કોઇ અડચણ ન ઉભી થાય. અત્યારે સરકાર ઓડિશાના ચાંડીખોલ અને કર્ણાટકના પાદુરમાં પણ જઙછ બનાવવાની યોજના ધરાવે છે. આ કરારમાં ઈન્ડિયન ઓઈલ ટેન્કીંગ લિ. ની 71.પ7 ટકા હિસ્સેદારી ધરાવતી પેટા કંપની આઈઓટી ઉત્કલ એનર્જી સર્વિસિસ લિ. માં વધારાના 10 ટકા ઈક્વિટી હિસ્સાના સંપાદનનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ર6 વર્ષોમાં આઈઓટીએલ એ ક્રૂડ અને ફિનિશ્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના સંગ્રહ માટે કુલ ર.4 મિલિઅન કીલો લિટર  સાથે પાંચ રાજ્યોમાં છ ટર્મિનલનું નેટવર્ક સ્થાપ્યું છે. માલિકીની આ સુવિધાઓમાં મહારાષ્ટ્રમાં નવઘર ટર્મિનલ, છત્તીસગઢમાં રાયપુર ટર્મિનલ અને ગોવા ટર્મિનલનો સમાવેશ થાય છે. એટલુંજ નહીં ગુજરાતના દુમળમાં પણ ટર્મિનલ ચાલુ છે.

આ ઉપરાંત કંપની હાલની સુવિધાઓ તેમજ નવા સ્થળો એમ બંને માટે વિવિધ અન્ય મોટા પ્રોજેકટ્સ પર પણ વાટાઘાટો કરી રહી છે. આઈઓટીએલના મોટાભાગની ટેન્ક કેપેસિટી માટે  કરારબદ્ધ છે. ’ટેક-ઓર-પે’ કરાર હેઠળ આઈઓટીએલની લગભગ 80 ટકા ક્ષમતા સાથે કંપનીનો ભાવિ રોકડ પ્રવાહ જોઈ શકાય છે. નાણાકીય વર્ષ -ર0રર માં આઈઓટીએલ ની આવક અને ઈબીઆઈટીડીએ અનુક્રમે રૃા. પર6 કરોડ અને રૃા. 3પ7 કરોડ હતી રૃા. 1,0પ0 કરોડના આ સંપાદનની કિંમત સમાન વર્ષના આંકડાઓ પર 8 ગણો આઈવી-આઈબી આઈટીડીએ ગુણાંક સૂચવે છે.

અદાણી પોર્ટ અને સેઝ દવારા કરવામાં આવેલા કરાર દ્વારા અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ઓઈલ સંગ્રહ ક્ષમતા ર00 ટકા વધીને 3.6 મિલિયન કીલોમીટર થતા અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ સ્ટોરેજ કંપની તરીકે પ્રસ્થાપિત થઈ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી મહત્વાકાંક્ષા સાથે આ કરાર ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે, તેમણે કહ્યું કે આ હિસ્સાની ખરીદી ઉચી વાસ્તવિકતા અને માર્જીત ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મિશ્ર કાર્ગોના વૈવિદ્યકરણ કરવાની અમારી વ્યૂહરચના સાથે પણ સંગીન રીતે બંધ બેસે છે.

ભારતનું ક્રૂડ સ્ટ્રેટેજીક રિઝર્વ આયાત ઘટાડવા ફાયદારૂપ નીવડ્યું

ભારત હાલમાં પોતોની જરૂરિયાતના 80 ટકા ક્રુડ ઓઇલ આયાત કરે છે. ભારત વિશ્વમાં ક્રુડ ઓઇલનો ત્રીજા સૌથી મોટો આયાતકાર અને ગ્રાહક છે. આવી સ્થિતિમાં સરકારે દક્ષિણ ભારતમાં ત્રણ સ્થળોએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે જેમાં 50 લાખ ટન ક્રુડ ઓઇલ સંગ્રહિત કરી શકાય છે.સરકારે જઙછ એટલા માટે બનાવ્યા છે કે જેથી મુશ્કેલીના સમયમાં ક્રુડ ઓઇલના પુરવઠામાં કોઇ અડચણ ન ઉભી થાય. અત્યારે સરકાર ઓડિશાના ચાંડીખોલ અને કર્ણાટકના પાદુરમાં પણ જઙછ  બનાવવાની યોજના ધરાવે છે.

વિશ્વ ધનાઢ્ય ગૌતમ અદાણી પરિવાર માટે દુબઇ અથવા ન્યુયોર્કમાં ઓફિસ શરૂ કરશે !!!

એશિયાના સૌથી ધનાઢ્ય ગૌતમ અદાણી દેશવિદેશમાં પોતાનો વ્યાપાર ફેલાવી રહ્યા છે અને તે માટે તેઓ વિદેશમાં એક ફેમિલી ઓફિસ સ્થાપવા માટે વિચાર કરી રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ દુબઈ અથવા ન્યૂયોર્કમાં ફેમિલી ઓફિસ શરૂ કરે તેવી શક્યતા છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણી જે ફેમિલી ઓફિસ સ્થાપશે તેમાં પોતાના પર્સનલ ફંડનું રોકાણ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.  વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની સંપત્તિ જે રીતે વધી તેમાં અદાણીની સંપત્તિમાં પણ સૌથી વધુ વધારો થયો છે.  અદાણી હાલમાં 135 અબજ ડોલરનું નેટવર્થ ધરાવે છે અને તેમની વ્યક્તિગત સંપત્તિ, પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ અને દાનકાર્યો માટે એક ફેમિલી ઓફિસની જરૂર છે. અદાણીની જેમ મુકેશ અંબાણી પણ સિંગાપોરમાં ફેમિલી ઓફિસ સ્થાપવા જઈ રહ્યા છે. અદાણી પરિવાર કઈ જગ્યા ઉપર પોતાની ઓફિસ શરૂ કરશે તે નિર્ણય હજુ લેવાયો નથી અને તેના માટે હાલ ટેક્સ એક્સપર્ટ સાથે ચર્ચા અને વિચારણા પણ કરવામાં આવી રહી છે. અદાણી એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે કે જેઓએ 1980માં મુંબઈ ખાતે ડાયમંડ ટ્રેડર તરીકે પોતાનો વ્યાપાર શરૂ કર્યો હતો ત્યારબાદ તેઓએ એગ્રી ટ્રેડિંગ ફોર્મની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ કોલ ટ્રેડિંગ અને પોર્ટ અને તે પછી ઉતરોતર પ્રગતિ કરી રહ્યા છે અને હવે તેઓ ગ્રીન એનર્જી, એરપોર્ટ, ડિજિટલ સર્વિસ, ડેટા સેન્ટર, સીમેન્ટ અને મીડિયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.

ઓઇલ સ્ટોરેજ શું ભાગ ભજવે ?

ભારતે હાલ સ્ટ્રેટેજીક રિઝર્વ મારફતે ક્રૂડ વિવિધ સ્થળો પર સંગ્રહિત કર્યું છે જેનો મુખ્ય કારણ એ છે કે આપત્કાલીન સમયમાં તે ક્રૂડનો ઉપયોગ સહજતાથી થઈ શકે અને આયાત બિલ માં ઘણા ખરા અંશે ઘટાડો આવે. ભારત હાલ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે કે વધુને વધુ સ્ટોરેજ ક્ષમતામાં વધારો થાય જેથી ઓઇલનો સંગ્રહ સરળતાથી થઈ શકે માટે અદાણી ગ્રુપ દ્વારા ઓઇલટેન્કિંગ સાથે કરારો કર્યા છે.

ખેતીમાં શુ છે પ્રશ્નો ?

ભારત ખેતીપ્રધાન દેશ છે તું સામે જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું જોઈએ તે થઈ શકતું નથી જેના કારણે ઘણી ખરી ચીજ વસ્તુઓ ટૂંકા ગાળામાં જ નાશવંત થઈ જતી હોય છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સુસ જ સ્ટોરેજ ફેસિલિટી ઉભી કરવા માટે આગળ આવી રહી છે અને તેમાં ખાનગી કંપનીઓ પણ ઝંપલાવી રહી છે. યોગ્ય સ્ટોરેજ ક્ષમતા ઉભી કરવામાં આવે તો ખેતીમાં હાલ જે ચીજ વસ્તુઓ નાશવંત થઈ રહી છે તે પ્રશ્ન દૂર થાય અને સરકારને તેનો સીધો જ ફાયદો પહોંચશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ઉહાપો મચી જતો હોય છે

સમગ્ર ભારત દેશમાં જ્યારે પેટ્રોલ ડીઝલમાં માત્ર જુજ પૈસાનો જ વધારો નોંધાય ત્યારે સમગ્ર ભારતના લોકોમાં આપો મચી જતો હોય છે અને ભાવ નીચો લાવવા માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે ત્યારે ક્રૂડ ઓઇલ માટેના જો સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો આ પ્રશ્નનો ઘણા ખરા અંશે નિરાકરણ આવી શકે છે કારણ કે જો યોગ્ય સ્ટોરેજ કરોડ માટે ગોઠવાય તો તે આપાતકાલીન સમયમાં તેનો ઉપયોગ ભારત દેશ ખૂબ સહજતાથી કરી શકે અને આયાતમાં પણ ઘણાખરા અંશે ઘટાડો આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.