રાજકોટ પાર્સિંગની કારમાં રોકડ લઈને જતા શખ્સને ગુલાબનગર ચેકપોસ્ટથી ઝડપી લીધો
ચૂંટણી અધિકારી, પોલીસ અને ઇન્કમટેક્સ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ બીન વ્યવહાર હેરાફેરી થતી રોકડને પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા અનેક જગ્યાએ ચેક પોસ્ટ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલ રાત્રિના સમયે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારના ચેકપોસ્ટેથી સ્થાનિક પોલીસ અને એસ.એસ.ટી ટીમ દ્વારા રાજકોટ પાસિંગની કારમાંથી રૂ.25 લાખની શંકાસ્પદ રોકડ સાથે એક જામનગરના વેપારી કરી છે. બનાવની જાણ થતા જ ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી આ રોકડ રકમ ક્યાંથી આવી અને ત્યાં પહોંચાડવાની હતી તે દિશામાં સંયુક્ત તપાસ કરી છે.
વિગત મુજબ ચૂંટણીને અનુલક્ષી જામનગરના વ્હોરાના હજીરા પાસે ગુલાબનગર ચેક પોસ્ટ પાસે ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં એસએસટી ટીમ દ્વારા જીજે 03- એમઇ – 9600 રાજકોટ આરટીઓ પાસિંગ નંબરની કારમાં ચેકીંગ કરાતા રૂ.25 લાખની રોકડ સાથે મહંમદ ફેઝલ ગનીભાઈ બાટવા (ઉ. વ.28,રહે. મહારાજા સોસાયટી શેરી નંબર- 7 અકાંક્ષા ચોક હાપા રોડ) નમન શખ્સની ધરપકડ કરી હતી. આપ ઘટનાની જાણ પોલીસે ઉપરી અધિકારીઓને કરાતા ઓબ્ઝર્વર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા.
પોલીસે મહમદ બાટવાની પૂછતા જ કરતા આ રોકડ રકમ કોઈ જામનગરની જ કંપનીની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી પોલીસે મહમદ પાસે તેના કાગળો માંગતા તેને કાગડો વિશે ગોળ ગોળ વાતો કરી હતી જેથી એસ એસ.ટી.ટીમ પોલીસ અને ઇન્કમટેક્સ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી રોકડ ક્યાંથી મોકલાવવામાં આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં વધુ કાર્યવાહી હાથધરી છે.