1966 થી ઉજવાતા આ દિવસ પત્રકારત્વના તમામ માઘ્યમો સાથે પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે: આજના યુગમાં પણ ચોથી જાગીરનું મહત્વ અકબંધ
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. જેની ઉજવણી 1966થી કરવામાં આવે છે. આ દિવસ ઉજવણી પાછળનો હેતુ દેશનાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વ જન જન સુધી માહીતી પહોંચાડવાનું સાધન બની રહ્યું છે. પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ સમાજનું ઘ્યાન કેન્દ્રીય કરવા 1956 પ્રથમ પ્રેસ કમીશનને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વના ઉચ્ચ ધોરણ સ્થાપવાની ભલામણ કરી હતી.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (પી.સી.આઇ.) ની સ્થાપના જુલાઇ 1966 માં કરવામાં આવી હતી, આ સંસ્થાએ કાર્ય શરુ કરતાં જ દર વર્ષે આજે પ્રેસ ડે ની ઉજવણી કરાય જેમાં 1997માં ફેરફાર કરી જેમાં કુદરતી આફત કે માનવ સર્જીત જેવી ઘટના ઉપર પ્રેસ પ્રસિઘ્ધમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોકકસાઇ પર ભાર મુકયો હતો.
આજે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ સન્માન પણ અપાય છે. આજના યુગમાં પત્રકારત્વના અનેક માઘ્યમોમાં વર્તમાન પત્રો, ટીવી, રેડિયો, ડીજીટલ મિડિયા તેમજ પ્રિન્ટ એન્ડ ઇલેકટ્રોનિક મીડિયાનો સમાવેશ થાય છે. દેશને મળેલી આઝાદીમાં પણ પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો છે.
પત્રકારત્વએ આધુનિક સભ્યતાનો એક વ્યવસાય પણ ગણવામાં આવે છે. વિશ્ર્વભરમાં ઘણી બધી પ્રેસ અને મીડિયા કાઉન્સીલ છે, પણ પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ અખબારોની સ્વતંત્રતા અને સુરક્ષા માટે તેની ફરજમાં એક અનન્ય સંસ્થા છે. આજના યુગમાં યુવાધન માટે જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના કોર્ષની સવલત હોવાથી તે તેમાં આગળ વધી શકે છે. પ્રેરક પત્રકારત્વને કારણે ઘણાં લોકોમાં સારા ગુણ સાથે વિશિષ્ટ માહીતી આપી શકાય છે. ર1મી સદીમાં પણ આજે અખબારોની શ્રઘ્ધેયતા અકબંધ છે.
અગાઉની પત્રકારત્વમાં તે વખતના માહિતીના સ્ત્રોત હતા. આજે ઇન્ફરમેશન ટેકનોલોજીમાં માહીતી ધોધ વહી રહ્યો છે. ત્યારે અગાઉ કરતાં આજના યુગના પત્રકારત્વમાં બદલાવ જોવા મળે છે. માહિતીના વિસ્ફોટ વચ્ચે કઇ માહીતી સાચી ને કઇ ખોટી એનો નિર્ણય કરવા પત્રકારોની કસોટી થઇ જતી હોય છે.
આજના યુગમાં ચોમેર દિશાએથી બનતી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની તમામ માહીતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે ત્યારે સમાચારો ઝડપથી મળે છે પણ તેની ખરાઇ કરવા માટે નવી પેઢીના પત્રકારોને સમય નથી અથવા ન્યુઝ સેન્સનો અભાવ જોવા મળે છે.