ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં ઠાકોરજીના તથા સંતોના દર્શને પધારતા, એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભૂપેદ્રભાઇને કમળના પુષ્પનો હાર પહેરાવી આશીર્વાદ સાથે ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
ગુરુકુલના 400 ઉપરાંત વિદ્યાર્થીઓએ વંદે માતરમ્ અને ભારતમાતાના જયનાદથી ભૂપેન્દ્રભાઇ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત રાજ્યના ધર્મ, સમાજ, ગરીબ વર્ગ, શિક્ષણ, ખેતી, આરોગ્ય વગેરે ક્ષેત્રો માટે કરેલ વિકાસ કાર્યો બદલ સ્વામીજીએ એમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.