- મુંબઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા : એક ડઝનથી વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા
- ખૂબ મોટા બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા : તબીબી ક્ષેત્રમાં ફફડાટ
- કોરોના સમયે લેબોરેટરીઓએ તગડો વ્યવસાય કર્યો હોવાનું સામે આવ્યું હતું.
- ગુજરાત આવકવેરા વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ રાજકોટના આંગણે : ડીજીઆઇટી ઇન્વેસ્ટિગેશન અમદાવાદના પ્રવીણ કુમાર , ચીફ કમિશનર સુરત એન.આર સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા
છેલ્લા એક સપ્તાહથી આવકવેરા વિભાગની સાથોસાથ જીએસટી વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાજી ગણતરીના દિવસો જ પૂર્ણ થયા હશે અને ત્યાં જ આવકવેરા વિભાગ દ્વારા ફરી એક વખત મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ વખતે રાજકોટની સંજીવની લેબોરેટરી ઉપર આવકવેરા વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે જેમાં આ સર્ચ નું મુખ્ય ઓપરેશન મુંબઈની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે એક ડજનથી વધુ અધિકારીઓ આ સર્ચ ચોપરેશનમાં જોડાયા હતા. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રેડ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવશે.
બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે કોવિડ કાળમાં લેબોરેટરીઓએ ખૂબ પૈસા કમાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ લેબોરેટરીઓ દ્વારા તગડો વ્યવસાય પણ કર્યો હોવાનું ખુલ્યું છે ત્યારે સેવાના પર્યાય એવા વ્યવસાય મેવાનો ઉદ્યોગ બન્યો હતો અને જે હાલ આવકવેરા વિભાગની નજરે આવ્યું છે. હાલ લેબોરેટરી ઉદ્યોગ જાણે બની ગઈ હોય તેવું પણ સામે આવ્યું છે અને હવે મલ્ટીનેશનલ ચેન પણ દરેક લેબોરેટરી પોતાની બનાવી રહી છે.
શકે હવે સંજીવની લેબોરેટરી ઉપર આવકવેરા વિભાગની તવાઈ કેટલો સમય સુધી ચાલે તે જોવાનું રહ્યું પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સંજીવની લેબોરેટરી ની અન્ય જગ્યાઓ ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તો નવાઈ નહીં. અત્યાર સુધી આવકવેરા વિભાગ દ્વારા રિયલ એસ્ટેટ સહિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલી પેઢીઓ ઉપર જ ઓપરેશન હાથ ધર્યા છે પરંતુ હવે લેબોરેટરી ક્ષેત્રે સર ચોપરેશન હાથ ધરાવતા અનેક તર્ક વિતરકો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટની સંજીવની લેબોરેટરી ઉપર કાર્યવાહી થતા જ અન્ય લેબોરેટરીમાં પણ ફફડાટ મચી ગયો છે અને તબીબી આલમમાં પણ સોપો પડી ગયો છે.
રેડ દરમિયાન ગુજરાત આવકવેરા વિભાગના વડા પણ રાજકોટમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જે રીતે સેન્ટ્રલ એજન્સી દ્વારા વિવિધ ઇનપુટોના આધારે જે આખરી કાર્યવાહી દરેક ક્ષેત્રે કરવામાં આવી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પકડવામાં આવી રહ્યા છે તેનાથી સમગ્ર ગુજરાત હાલ હતમતી ઉઠ્યું છે અને તેવામાં પણ આજે જ્યારે રાજકોટની સંજીવની લેબોરેટરી ઉપર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા ત્યારે જોગાનું જોગ ગુજરાત રાજ્યના આવકવેરા વિભાગના વડા રવીન્દ્રકુમાર પણ રાજકોટની મુલાકાતે છે જે અનેક અટકળો અને અનેક તર્ક વિતરકો ઉભા કરે છે.
ચૂંટણી તો હાઈ વૉલ્ટેજ જેવી જોવા મળશે પરંતુ ચૂંટણીની સાથોસાથ સેન્ટ્રલ એજન્સી દ્વારા જે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેનાથી પણ વાતાવરણ અત્યંત હાઇવ વોલ્ટેજ બની ગયું છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યના આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટના આંગણે આવી પહોંચ્યા છે જેમાં ડીજીઆઇટી ઇન્વેસ્ટિગેશનના પ્રવિણકુમાર પણ રાજકોટના મહેમાન બન્યા હતા. સાથોસાથ સુરતના ચીફ કમિશનર એન.આર સોની સહિત અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.