સુરતના પાંડેસરા GIDCમાં આવેલ કાપડની મિલમાં ભીષણ આગ લાગી હતી. મિલના કર્મચારીઓ દ્વારા ફર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની 15 થી વધુ ગાડી ઘટના સ્થળ પર પહોચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મિલમાં કપદનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ભેસ્તાન,માનદરવાજા,ડિંડોલી,સહિત વેસુની મળી ૧૦ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી. આગ લાગવાનુ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ ગોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.આ ઘટનામાં કોઈ જાનહાનીની માહિતી મળી નથી. પરંતુ આગ લાગવાને કારણે મિલમાં રહેલ કાપડનો જથ્થો બળીને ખાખ થવાથી કરોડોનું નુકશાન થયું.
આ ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળે પહોચ્યા હતા. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી, કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી.