દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાના નામાંકન બાદ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી સાથે પણ સંગોષ્ઠી
ગુજરાત રાજ્યના પૂર્વમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના 78- ઉત્તર વિધાનસભા અને 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવારો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરીના ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવાના સમર્થન માટે જામનગરમાં ઉપસ્થિત રહ્યા હતા, જે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા ના નિવાસ્થાને ટૂંકુ રોકાણ કર્યું હતું, અને પ્રીતિભોજન પણ લીધું હતું. તેમણે રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અને જામનગર જિલ્લાના સાંસદ સહિતના અન્ય મહાનુભાવો પણ સાથે વિચાર ગોષ્ઠિ કરી હતી.
જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા ની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેનું સમર્થન પણ પરિમલભાઈ નથવાણીએ આપ્યું હતું. આ વેળાએ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,મેયર બીનાબેન કોઠારી,બન્ને ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા તેમજ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા, બંને વિધાનસભાની બેઠકના ચૂંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, તથા મનીષભાઈ કટારીયા, 79- વિધાનસભા વિસ્તારનું પ્રચાર અભિયાન સંભાળનારા ચંદ્રેશભાઇ હેરમા, તેમજ યુપી થી પધારેલા ત્રિપાઠીજી, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ પરમાર, જામનગર શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો, પૂર્વ મેયર સનતભાઈ મહેતા, તેમજ જૈન સમાજના અગ્રણી પરાગભાઈ શાહ, પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ શાહ. આર. કે. શાહ ભરતભાઇ પટેલ, વિજયભાઈ સંઘવી, હરીશભાઈ ગુઢકા, વિજયભાઈ શેઠ, સુશીલભાઈ કામદાર, ડો. તારક શાહ, ડો. વીડી શાહ, રિતેશ ધનાણી, ચેતુભાઈ શાહ, પૂર્વ કોર્પોરેટર જતીન મહેતા, મનીષભાઈ વોરા, પિયુષભાઈ પારેખ, ભદ્રેશભાઈ વારીયા, રાજુભાઈ કોલસાવાળા, બ્રિજેશભાઈ વોરા, નિલેશભાઈ શાહ(ભભલ ભાઈ) દિલીપભાઈ મકિમ કુણાલભાઈ ઠક્કર પ્રિયમસભાઈ પારેખ, હિતેશભાઈ મહેતા, ભાવિનભાઈ મહેતા તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા, અને વિજયભાઈ રૂપાણી ને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. કોર્પોરેટર નિલેશભાઈ કગથરા અને તેમના પરિવારજનો એ પણ વિજયભાઈ રૂપાણી નું સ્વાગત કર્યું હતું, અને પરિવાર સાથે ભોજન પણ લીધું હતું.