આજે કાલભૈરવ જયંતી મુસીબત માંથી છુટકારો મેળવવા તથા રક્ષા મેળવવા માટે કાલભૈરવ દાદાની પૂજા ઉત્તમ ફળદાયક ગણાય છે. કારતક વદ આઠમ ને તા. 16.11.22 બુધવારે કાલભૈરવ જયંતી છે. શિવ રહસ્યમાં કહેવા પ્રમાણે નિત્ય યાત્રા વગેરે કર્યા પછી મધ્યાને સમય થયો ત્યારે બ્રહ્માએ શંકરનો અનાદર કર્યો ત્યારે ઉગ્રરૂપ વાળા રૂદ્રમાંથી કાલભૈરવ પ્રગટ થયા શિવરહસ્યમાં જણાવ્યા પ્રમાણે કાલભૈરવની ઉત્પતિ મધ્યાન સમયે થયેલી છે.

   ભૈરવ દાદાનું પૂજન કઈ રીતના કરવું

facebook 1576372913319

કાલ ભૈરવ જયંતીના દિવસે કાલ ભૈરવનું પૂજન કરવાથી આખુ વર્ષ વિધ્ધનો નથી આવતાં આ દિવસે પિતૃ તર્પણ કરવું તથા તિર્થમાં સ્નાન કરવું પણ ઉત્તમ છે . આ દિવસે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને નર્કમાંથી મુક્તિ મળે છે. કાલ ભૈરવની પુજાનું મહત્વ રાતનું વધારે છે.

નારદ પુરાણ પ્રમાણે કાલ ભૈરવની પુજા કરવાથી બધી જ મનોકામનાં પૂર્ણ થાય છે . અને બીમારીઓ દૂર થાય છે . કાલ ભૈરવ જયંતીના દિવસે વેલા ઉઠી અને સ્નાન કરી ત્યારબાદ સવારે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ધુપ કાળા તલ ના તેલ નો દિવો અથવા સરસવ ના તેલ નો દીવો કરી ને અળદ ચડાવી કાલ ભૈરવ પુજન કરવું નેવેધ માં ગાઠીયા ધરાવા અને આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવી . તે ઉપરાંત કાલ ભૈરવને અળદની દાળના વળા ગોળના લાડુ ગાઠીયા ધરાવી શકાઈ છે , આમ આ કાલ ભૈરવ દાદા ની આ સાત્વિક પૂજા છે કાલભૈરવ ની ઉત્પતિ કઈ રીતના થઈ કાલ ભૈરવ એટલે શંકર ભગવાનનું જ એક સ્વરૂપ છે કોઈ પણ પૂજા ની શરૂવાત માં કાલ ભૈરવ દાદા નું ધ્યાન નો શ્લોક બોલવા માં આવે છે અને કાલભૈરવ મહાદેવજીના ગણ છે જે કળયુગમાં તુરત ફળદાઈ છે .

એક પૈરાણીક કથા પ્રમાણે એક વખતે વિષ્ણુ અને મહાદેવજી વચ્ચે વિવાદ થયો કે તેના કોણ છે . બધા જ દેવી દેવતાઓની સભા બોલાવી તેમા વિષ્ણુ અને મહાદેવજી સહમત થયા પરંતુ બ્રહ્માજી સહમત ન થયા અને બ્રહ્માજી એ મહાદેવજીનું અપમાન કર્યુ આથી મહાદેવજીમાંથી ભયંકર રૂપવાળા કાલ ભૈરવની ઉત્પતી થઈ . કાલભૈરવે કાળા કુતરા પર સવાર થઈ અને દંડ દ્વારા બહ્માજીના એક માથાનું છેદન કર્યું આમ કાલ ભૈરવ ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારબાદ કાલભૈરવ કાશી પહોંચ્યા અને ત્યાં તેમણે પાપમાંથી મુક્તિ મળી ભગવાન કાલ ભૈરવને મહાકાલેશ્વર દંડાઘિપતિ પણ કહેવાય છે . કાલભૈરવ દાદાની પૂજા કરવાથી જીવનમાં બધી જ રીતે રક્ષા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.