વણઉકેલ સ્થાનિક સમસ્યાઓ હવે ચૂંટણી બહિષ્કાર રૂપે વ્યકત થઇ રહી છે

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જાણે પાંચ વર્ષે એક જ વખત નેતાઓના કાન પકડવાનો મોકો મળતો હોય તેમ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં મતદાનનો બહિષ્કાર તેમજ નેતાઓની પ્રવેશ બંધીના બેનર્સ લગાવાયા છે. મોટામવા ગામની 10 થી 1પ સોસાયટીના દરવાજે સોસાયટીના વણઉકેલ પ્રશ્ર્નોના સંદર્ભમાં કોઇ એ મત માંગવા આવવું નહીં તેવા બેનર્સ લાગ્યા છે.

આ અંગે રહેવાસીઓના એક નિવેદનમા જણાવાયું છે કે અમારા વિસ્તારમાં નળ (પીવાનું પાણી) નહિ તો મત નહીં, છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરી દીધા બાદ પણ આજ સુધી વિસ્તારને નળ, પાકા રસ્તા,  સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ મળતી નથી. આજી સોસાયટીમાં રહેતા તમામ લોકો ચુંટણીનો બહિષ્કાર કરીએ છીએ. તેવા બેનરો બાંધી આક્રોશ સાથે તંત્ર વિરૂઘ્ધ નારાજગી વ્યકત કરી છે.

રાજકોટના મોટામવા વિસ્તારમાં આવેલ આંગન ગ્રીન સીટી, માલકોશ બંગલોઝ, સફુલ એવન્યુ-ર, રેઇનબો સિટી-ર, શીતવન ફલેટ, જયનાથ પાર્ક, જયનાથ પાર્ક-ર, સફલ એવન્યુ, શ્રીનાથ પાર્ક, ઓશિષ, અમરનાથ પાર્ક સહિતના ગેટ પર કોઇપણ રાજકીય પક્ષના લોકોએ પ્રવેશ કરવો નહી તેવા બેનેર્સ લગાવાયા છે.  અને બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે માત્ર ચુંટણી સમયે જાગૃત થઇ વર્ષો સુધી છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા તમામ પક્ષોએ સોસાયટીમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહિ.

સોસાયટીની માંગણીઓ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. મોટામવા વિસ્તારના વિકાસ માટે થઇ રહેલા પ્રયાસો ની સામે જયારે લોકોને પુછવામાં આવે  તો તેમની અનેક સમસ્યાઓ સામે આવી છે.

મોટામવાની કેટલીક સોસાયટીના લોકો પીવાના પાણીની સમસ્યોથી ત્રાહિમામ છે. તેમજ રોડ, રસ્તા, જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેવી અનેક ફરીયાદો સામે આવી છે. ત્યારે ચુંટણી સમયે પોતાના મત વિસ્તારની તમામ સોસાયટીઓમાં જઇ ઘરે ઘરે લોકોને મળી મત માંગતા નેતાઓ ચુઁટણી બાદ તમામ વાયદાઓ ભૂલી જતા હોય છે. જેને કારણે આ વખતે ભરોસો ગુમાવી બેઠેલા આ મત વિસ્તારના નેતાઓ સામે લોકોએ ચુંટણીમાં ખુલ્લે આમ બહિષ્કાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.