૬ નવેમ્બરથી દ્વિતીય સત્રના શૈક્ષણિક કાર્યનો રાબેતા મુજબ આરંભ થશે
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાલે પ્રથમ શિક્ષણ સત્રનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ૨૧ દિવસીય દિવાળી વેકેશનનો આરંભ થશે. પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓ ખાસ દિવાળી વેકેશનની રાહમાં હોય છે ત્યારે કાલથી વેકેશન પડતાની સાથે વિદ્યાર્થીઓ પણ રાહતનો શ્ર્વાસ લેશે.
રાજકોટ જીલ્લાના ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે દિવાળીનું વેકેશન સોમવાર એટલે કે ૧૬ નવેમ્બરથી પડે છે પરંતુ તે પહેલા આગળના દિવસે રવિવારે અને શનિવાર હોય તો આવતીકાલથી શૈક્ષણિક સત્રનો છેલલો દિવસ રહેશે. ખાસ તો બાળકો પણ આજે કહેતા હતા કે હાઈશ કાલથી રજા એટલે દિવાળીના માહોલ વચ્ચે રજા પડવાથી વિદ્યાર્થીઓને પ્રફુલિત થવાનો સમય તેમા પણ ખાસ તો અમુક ખાનગી સ્કૂલની પ્રથમ સત્રની પરીક્ષા નવરાત્રી બાદ જ લેવાઈ ગઈ હતી. જે સ્કૂલોમાં અગાઉથી જ વેકેશન જાહેર કરી દેવાયું હતું. અમુક શાળાઓમાં હાલ અંતિમ તબકકામાં પરીક્ષાઓ ચાલી રહી છે.
ખાસ તો ભારે વરસાદને પગલે આ વર્ષે બે વખત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેથી પ્રથમ સત્રની પરીક્ષા તમામ શાળાઓમાં એક સાથે લઈ શકાઈ ન હતી. જયારે આવતીકાલે પ્રથમ સત્રના અભ્યાસક્રમનો છેલ્લો દિવસ છે અને આ વેકેશન ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ ૬ નવેમ્બરથી દ્વિતીય સત્રના શૈક્ષણિક કાર્યોનો રાબેતા મુજબ પ્રારંભ થઈ જશે ત્યાં સુધી બસ ખાવા-પીવાનું, હરવા-ફરવાનું ને બસ મજાની લાઈફ…!